૪ કલાકમાં ગૌતમ અદાણીની નેટવર્થમાં ૪૦ હજાર કરોડનો વધારો, ટોપ ૨૦ અરબપતિઓના લિસ્ટમાં ફરી સામેલ

મુંબઇ,

અત્યારે હાલમાં દરેક જગ્યા પર બસ એક જ વ્યક્તિને લઈને ચર્ચા થઈ રહી છે અને તે વ્યક્તિ છે બિઝનેસમેન ગૌતમ અદાણી. સતત બીજા દિવસે ગૌતમ અદાણીની કંપનીઓના શેરમાં ઘણી તેજી જોવા મળી રહી છે. માત્ર ૨૭૦ મિનિટમાં ગૌતમ અદાણીની નેટવર્થે ૪૦ હજાર કરોડ રૂપિયાની છલાંગ જ નથી લગાવી પણ તેમને દુનિયાના અરબપતિઓની ટોપ-૨૦ની લિસ્ટમાં વાપસી પણ કરી લીધી છે. ફોર્બ્સ રિયલ ટાઈમ બિલેનિયર્સના લિસ્ટમાં તેમને ૫માં નંબર પર જમ્પ માર્યો છે. તમને જણાવીએ કે આખરે ગૌતમ અદાણીની નેટવર્થ કેટલી થઈ ગઈ છે.

ગૌતમ અદાણીની નેટવર્થમાં સતત બીજા દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ફોર્બ્સ રિયલ ટાઈમ બિલેનિયર્સની લિસ્ટમાં તેમની નેટવર્થ ૬૪.૩ અરબ ડોલર થઈ ગઈ છે, જ્યારે એક દિવસ પહેલા તેમની નેટવર્થ ૬૦ અરબ ડોલર હતી. આ વધારા બાદ તે હવે દુનિયાના ૧૭માં સૌથી અમીર ઉદ્યોપતિ બની ગયા છે. તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા તે ૨૧માં નંબર પર હતા.

સવારે ૯ કલાક ૧૫ મિનિટે શેર બજાર ખુલ્યુ હતું અને ત્યારે તેમની નેટવર્થમાં વધારો થવાની શરૂઆત થઈ, ૧ કલાક અને ૪૫ મિનિટ સુધી ગૌતમ અદાણીની નેટવર્થમાં ૪.૯ બિલિયન ડોલરનો વધારો જોવા મળી ચૂક્યો હતો. તેનો મતલબ છે કે ગૌતમ અદાણી નેટવર્થમાં ૨૭૦ મિનિટમાં ભારતીય રૂપિયાના હિસાબથી ૪૦ હજાર કરોડનો વધારો જોવા મળ્યો.