જેસલમેર,
બોલિવૂડ એક્ટ્રેસ કિઆરા અડવાણી તથા સિદ્ધાર્થ મલ્હોત્રાએ ૭ ફેબ્રુઆરીના રોજ જેસલમેરમાં લગ્ન કર્યા હતા. આજે એટલે કે આઠ ફેબ્રુઆરીએ બંને જેસલમેર એરપોર્ટ પર સ્પોટ થયા હતા. બંને દિલ્હી ગયા છે.એરપોર્ટ પર કિઆરા અડવાણીના સેથામાં સિંદૂર, ગળામાં મંગળસૂત્ર અને હાથમાં પિંક રંગનો લગ્નચૂડો જોવા મળ્યો હતો. સિદ્ધાર્થ તથા કિઆરા બ્લેકમાં હતા. સિદ્ધાર્થે બ્લેક જેકેટ ને ડેનિમ પહેર્યું હતું. કિઆરા પણ બ્લેક આઉટફિટમાં હતી અને તેણે પ્રિન્ટેડ સ્ટોલ રાખી હતી.
એરપોર્ટ પર આવ્યા બાદ સિદ્ધાર્થ તથા કિઆરાએ ફોટોગ્રાફર્સને પોઝ આપ્યું હતું. કિઆરાએ પોતાની મહેંદી પણ બતાવી હતી. આટલું જ નહીં સિદ્ધાર્થે પોતાના હાથમાં ’કિઆ’ લખાવ્યું હતું. કિઆરાના ચહેરા પર લગ્નનો ગ્લો સ્પષ્ટ જોઈ શકાતો હતો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, લગ્નમંડપમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાત વચન આપ્યા બાદ કિઆરાને પગે લાગ્યો હતો. આ જોઈને હાજર રહેલા તમામ મહેમાનો ભાવુક થઈ ગયા હતો તો કરન જોહરની આંખમાંથી આંસુ આવી ગયા હતા.
સિદ્ધાર્થ દિલ્હીનો છે અને તેના પેરેન્ટ્સ પણ ત્યાં જ રહે છે. કિઆરાના ગૃહપ્રવેશ બાદ નવમી ફેબ્રુઆરીના રોજ અહીંયા રિસેપ્શન આપવામાં આવશે. ત્યારબાદ બંને ૧૨મી ફેબ્રુઆરીએ મુંબઈમાં રિસેપ્શન પાર્ટી આપશે.