યૌન ઉત્પીડનના મામલાની ટ્રેકિંગમાં યુપી નં.૧,પાંચ મહીનામાં ટોપ પર પહોંચ્યું

લખનૌ,

યૌન ઉત્પીડનના મામલાની ઓનલાઇન દેખરેખ અને ટ્રેકિંગમાં ઉત્તરપ્રદેશે તમામ રાજયોમાં પહેલુ સ્થાન હાંસલ કર્યું છે.પાંચ મહીનાની અંદર જ રાજય સાતમાં સ્થાનથી ટોપ પર આવી ગયું છે.વધારાના પોલીસ મહાનિદેશક(એડીજી) કાયદો અને વ્યવસ્થા પ્રશાંતકુમારે કહ્યું કે યુપી પોલીસ અને તેની તમામ શાખાઓએ મહિલાઓ અને બાળકોની વિરૂધ અપરાધને રોકવા માટે આઇટીએસએસઓ પોર્ટલ પર દેખરેખ બનાવી રાખવા માટે સહયોગ કર્યો આ પહેલે અમે ફકત પાંચ મહીનામાં ટોપ સ્થાન હાંસલ કરવામાં મદદ કરી.

મામલાની ટ્રેકિંગ આઇટીએસએસઓ પોર્ટલ દ્વારા કરવામાં આવી છે.આ પોર્ટલને ૨૦૧૮માં લોન્ચ કરવામાં આવી હતી.વેબસાઇટની દેખરેખ રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી) દ્વારા કરવામાં આવે છે.મહિલા અને બાલ સુરક્ષા સંગઠનના વધારાના પોલીસ મહાનિદેશક(એડીજી) નીરા રાવતે કહ્યું કે કેન્દ્ર સરકારની યોજનાને પ્રાથમિકતા આપતા ૧૯ મે ૨૦૨૨થી રાજયના દરેક જીલ્લામાં સંગઠનની એક યુનિટ સ્થાપિત કરવામાં આવી છે.

એડીજી નીરા રાવતે આગળ કહ્યું કે આ સાથે મહિલાઓની વિરૂધ અપરાધના મામલાની દેખરેખ અને એકશન લેવા માટે જીલ્લામાં એક સમપત સેલની સાથે બે સ્તરીય પ્રણાલી બનાવવામાં આવી અને ટેકનીકી સહાયતા અને પ્રશિક્ષણ પ્રદાન કરવા માટે લખનૌમાં મુખ્ય કાર્યાલય બનાવવામાં આવ્યું.સંબંધિત પોલીસ પ્રમુખ દૈનિક આધાર પર જીલ્લા સેલોમાં મામલાની દેખરેખ કરી રહી છે અને મામલામાં તપાસ અધિકારીઓને પ્રશિક્ષિત કરવામાં આવી રહ્યાં છે.

ગત વર્ષ ઓગષ્ટમાં એક સમીક્ષા દરમિયાન ઉત્તર પોર્ટલ પર મામલાનો ઉકેલવા અને દેખરેખમાં દેશભરમાં સાતમા સ્થાન પર રહ્યું લેટેસ્ટ રેકોર્ડ અનુસાર રાજય ૯૭.૬ ટકાના ઉકેલ દર સાથે ૭૪,૦૭૦ મામલાની અરજી કરી ટોપ પર રહ્યું એડીજી નીરા રાવતે એ પણ કહ્યું કે ઉતરપ્રદેશ જેવા મોટા રાજય માટે ટોપ સ્થાન બનાવી રાખવું સરળ નથી પ્રોસીકયુશન,એફએસએલ અને જીલ્લા પોલીસ સહિત અમારી તમામ એજન્સીઓએ સમયબધ રીતે મામલાને ઉકેલવા માટે અર્થાક પ્રયાસ કર્યા છે.