ભોપાલ,
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા ચુંટણી વર્ષમાં એક પછી એક જાહેરાત કરવામાં આવી રહી છે.હકીકતમાં શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે.આ બેઠકમાં એક નિર્ણય વિવાહિત પુત્રીઓને લઇને લેવામાં આવ્યો છે.હકીકતમાં મધ્યપ્રદેશમાં હવે વિવાહિત પુત્રીઓને પણ અનુકંપા નિયુક્તિ આપી શકાશે.આ પહેલા અનુકંપા નિયુક્તિમાં વિવાહિત મહિલાઓ માટે કોઇ નિયમ રાજયમાં ન હતો એટલે કે સરકારી વિભાગોમાં જો કોઇ કર્મચારીના મોત થઇ જાય છે તો તેમની વિવાહિત પુત્રીને અનુકંપા નિયુક્તિ હવે આપી શકાશે.
શિવરાજ સરકારમાં મંત્રી વિશ્ર્વાસ સારંગે કેબિનેટ બેઠક દરમિયાન માટે લેવામાં આવેલ નિર્ણયો પર માહિતી આપતા કહ્યું કે શાસકીય કર્મચારી,અધિકારીના મોત થવા પર પુત્રોની જેમ જ વિવાહિત પુત્રી પણ અનુકંપા નિયુક્તિ માટે પાત્ર હશે.વિશ્ર્વાસ સારંગે કહ્યું કે આ નિર્ણય દુરગામી હશે અને મહિલા સશક્તિકરણની નીતિને પણ સ્થાપિત કરવાનું કામ કરશે.
આ કેબિનેટ બેઠકમાં શિવરાજ સરકારે અનેક મહત્વપૂર્ણ નિર્ણય લીધો.શિવરાજ સરકાર દ્વારા દુધારૂ ગાય આપવાને લઇને પણ નિર્ણય કર્યો છે.સહરિયા,બૈગા અને ભારિયા જનજાતિના લોકોને સરકાર દુધારૂ પશુ દેશી,દુધારૂ પશુઓના દુધ,ગોબર અને ગૌમૂત્રને વેચવા માટે સરકાર દ્વારા માર્કેટ લિકેજની વ્યવસ્થા કરવામાં આવશે તેના માટે ફકત ૧૦ ટકા રકમ આપશે.આ સાથે જ ૯૦ ટકા રકમ અનુદાનના રૂપમાં સરકાર ઉપલબ્ધ કરાવશે.
કેબિનેટની બેઠકમાં એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે રાજયમાં ગેરકાયદેસર અતિક્રમણતકારીઓથી મુકત કરાવવામાં આવેલી જમીન પર શહેરી વિસ્તારોમાં મલ્ટી સ્ટોરી બિલ્ડીંગ બનાવવામાં આવશે મલ્ટી સ્ટોરી બિલ્ડીંગના કેટલાક હિસ્સામાં જેમની પાસે ધર નહીં હોય તે લોકોને કૉમર્શિઅલ એકિટવિટી કરી શકશે આ સાથે જ તેમને ક્રોસ સબસીડીના માધ્યમથી ગરીબોને મકાન ઉપલબ્ધ કરાવવામાં આવશે જયારે ગ્રામીણ વિસ્તારોમાં ગરીબોને મકાન બનાવવા માટે જમીન આપવામાં આવશે.