
નવીદિલ્હી,
બજેટ સત્રના ૮મા દિવસે બુધવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ અને ભાજપના સાંસદો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેના ભાષણ દરમિયાન એવી ઘણી ક્ષણો આવી જ્યારે સાંસદો હસતા જોવા મળ્યા હતા. મોદી-શાહના વોશિંગ મશીન, હરિશ્ર્ચંદ્રનો ઉલ્લેખ થયો હતો. ખડગેએ કવિતા સંભળાવી હતી, ત્યારે સ્પીકર પણ કવિ બની ગયા હતા.
૪૦ મિનિટના ભાષણ દરમિયાન ખડગે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સ્પીકર જગદિપ ધનખડ સાથે પણ વાતચીત કરતા જોવા મળ્યા હતા. તેમણે અદાણી-ઁસ્ મોદીના સંબંધો, અદાણીના ઝડપથી અમીર બનવા, અદાણીની કંપનીઓ વિશે પ્રશ્ર્નો પૂછ્યા હતા.
પહેલો: ખડગેએ કહ્યું હતું કે વડાપ્રધાન મોદી હંમેશા ચૂંટણી મોડમાં જોવા મળે છે. અહીં સંસદનું કામકાજ ચાલુ છે, જ્યારે બીજી બાજુ તેઓ મારા સંસદીય મતવિસ્તાર કલબુર્ગી ગયા હતા. અરે ભાઈ, તમને મારો એક જ સંસદીય મત વિસ્તાર મળ્યો હતો. અને સંસદીય મતવિસ્તારમાં બે-બે મિટિંગ. ખડગેએ આટલું કહેતાં જ ગૃહમાં હાસ્ય છવાઈ ગયું હતું. વડાપ્રધાન મોદી પણ જોરથી હસી પડ્યા હતા.
બીજો: આના થોડા સમય પછી ખડગે અદાણી પર બોલી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે એક માણસ ૧૨ લાખ કરોડ પર કબજો કરીને કેવી રીતે બેઠો છે. ત્નઁઝ્ર બનાવો અને જો આ કૌભાંડ કરનાર સાફ નીકળ્યા તો આ હરિશ્ર્ચંદ્રને અમે માળા પહેરાવીશું.
આના પર અધ્યક્ષે કહ્યું હતું કે, તો કબજો…! ખડગેએ તરત જ અટકાવ્યા અને કહ્યું હતું કે જેપીસી બનાવો. અધ્યક્ષ ખૂબ સારા વકીલ છે. ચાલો હું તમને કેટલીક બાબતો કહું. તમે મને કહ્યું કે શરૂઆતમાં હું હાથથી પૈસા ગણતો હતો. પછી મશીનમાંથી પૈસા ગણવાનું શરૂ કર્યું. તેના પર અધ્યક્ષે કહ્યું હતું કે વકીલે જે કહ્યું તેને પ્રમાણિત કરવાની જરૂર નથી. હું મારા હાથ જોડીને કહું છું, મેં મશીનમાંથી પૈસા ગણવાની વાત નથી કરી. લાગે છે કે તમે જેપીસી મારા પર પણ બેસાડશો. આટલું કહીને ગૃહમાં હાસ્યનો માહોલ છવાયો હતો. મોદી ફરી હસતા જોવા મળ્યા હતા.
રાજ્યસભામાં આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન હોબાળો થયો હતો. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પીએમ નરેન્દ્ર મોદીને સવાલો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ’હું અહીં ગૃહમાં જે જોઉં છું, લોકો નફરતની વધુ વાતો કરે છે. આપણા સાંસદો માત્ર હિન્દુ-મુસ્લિમની જ વાત કરે છે. શું જ મુદ્દાઓ છે આપણા દેશમાં? અન્ય કોઈ મુદ્દાઓ જ નથી?’