ગોધરા,
ગોધરામાં દિવાળી તહેવારમાં ધામધૂમ ફોડાતાનું ફટાકડા બજાર દર વર્ષે લાલબાગ ટેકરી મેદાનમાં ઊભું કરાય છે. તેના બદલે ગીચોગીચ સ્ટોલ રહેવાની સાથે ભારેભીડ વચ્ચે સુરક્ષાની સામે દેખીતી રીતે અનેક પ્રશ્ર્નાર્થો સર્જાતા હોવા છતાં તંત્ર મૈાન રહે છે તો આ વખતે કનેલાવ વિસ્તાર ખાતે ખસેડવાની આવશ્યકતા જણાય છે.
- શહેરના મધ્યમાં ભીડભાડ ધરાવતા ગીચ વિસ્તાર છે.
- ગીચ વિસ્તારમાં ટ્રાફિકજામના દ્દશ્યો અને સુરક્ષા સામે પણ અનેક પ્રશ્ર્નાર્થ.
ગત વર્ષ ૧૪૩ દુકાનોને મંજૂરી અપાઈ હતી. - સુરક્ષાને લઈને તંત્ર દ્વારા ખુલ્લી જગ્યા કનેલાવ તળાવ પાસે બજાર ઊભુ કરવાની જરી.
- પાલિકા દ્વારા વધુ ભાડુ વસૂલાતા નાના વેપારીઓને પોષાય તેમ નથી.
- આ ફટાકડા બજારમાં ઊંચા ભાવે ફટાકડાની સામ્રગી વેચાતીની બૂમ.
હિન્દુ તહેવાર નવરાત્રિ બાદ ગોધરા શહેરમાં દિવાળી પર્વ શહેરીવાસીઓ ધામધૂમથી ઉજવે છે. દિવાળી પૂર્વેથી અબાલવૃધ્ધો ફટકાડાની ખરીદી કરવાનો થનગનાટ વ્યાપ્યો છે. તો ૧૫ દિવસ પૂર્વેથી વિવિધ વિસ્તારના વેપારીઓ ફટાકડાનું વેચાણ અર્થે કલેકટરાલય કે મામલતદાર કચેરીમાં લાયસન્સ મેળવવા માટે ગતિવિધી તેજ બની જાય છે. જરૂરી દસ્તાવેજોની આવશ્યકત જ બને છે. દશેરામાં ફટાકડાનું ધૂમ વેચાણ થતું હોઈ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપ કલેકટરાલયમા અરજીઓ રજૂ કરવા અરજદારોના આંટાફેરા શરૂ થયા છે. પોતાની દુકાનની માલિકી સાથે જરૂરી દસ્તાવેજો રજૂ કરાયા છે. હજૂ ભેંસ ભાગોળે છાશ છાગોળે જેવી સ્થિતી વચ્ચે તંત્ર દ્વારા લાયસન્સ મેળવવા માટે અરજીઓ મંગાવાઈ રહી છે. અગાઉ ગોધરાના ભરચક એવા બસ સ્ટેન્ડ વિસ્તારની નજીક બગીચા રોડ ઉપર કતારબધ દુકાનો ઊભી થાય છે.
પરંતુ આ સ્થળ જોખમી હોવાથી નગરપાલિક અને પોલીસ તંત્રની ભલામણ આધારે બસ સ્ટેન્ડ પાછળ લાલબાગ મેદાનમાં હંગામી ફટાકડા બજાર ઊભું કરાઈ રહીયુ છે. અને દર વર્ષની માફક આ ફટાકડા બજારમાં દેશભરના રંગબેરંગી અને આકર્ષક ફટાકડાઓ વેચાણ અર્થે મુકવામાં આવી રહ્યા છે. ગત વર્ષ ૨૦૧૯માં ૧૪૩ જેટલી દુકાનોને લાયસન્સ અપાયા હતા. આ વખતે સંભવત વધુ દુકાનો ઊભી થવાની શકયતાઓ નકારી શકાય નહીં પરંપુ દર વર્ષના અનુભવ આધારે આ ફટાકડા બજારના કારણે ગોધરાવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ લાલબાગ ટેકરી મેદાન અત્યંત ગીચ વિસ્તારમાં આવેલ છે. આ વિસ્તારમાંથી દિવસ-રાત મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહેવાની સાથે અહીં વેપારી સ્થળ હોવાથી જીલ્લાભરમાંથી ખરીદી અર્થે મોટી સંખ્યામાં લોકોની આવનજાવન રહે છે. આવનજાવનના લીધે ટ્રાફિક જામ રહે છે. સાથે સાથે ફટાકડા ખરીદી માટે પણ લોકો પહોંચે છે. આ બન્ને કારણોસર ભારે ભીડ સર્જાઈને કલાકો સુધી વાહનોથી ટ્રાફિક જામ રહે છે.
કેટલીવાર પોલીસ સ્ટાફને પણ ટ્રાફિકનું નિયમન કરવા ભારે મુશ્કેલી રહે છે. આ ઉપરાંત ભીડ ભાડ રહેતા કયારેક ફટાકડાના તણખલા પડીને કોઈ દુર્ધટના ધટે અને કતારબધ ઊભી કરાયેલી ફટાકડા દુકાનો ભડભડ સળગી ઊઠે તેમ હોઈ સુરક્ષા બાબતે અનેક પ્રશ્ર્નાર્થો ઊઠી રહ્યા છે. દુકાનદારો એટલે લાયસન્સમાં અપાયેલી મંજૂરી પ્રમાણે નિયમો પાળવામાં આવતા નથી. અગ્નિશામક સાધનો પણ હંગામી પ્રમાણે ગોઠવવામાં આવતા નથી. તેના કારણે સુરક્ષા સામે શંકા તકાઈ રહી છે. શહેરમાં બિલડીની ટોપની માફક છેલ્લી ધડીએ ફટાકડાની દુકાનો ઊભી કરી દેવાય છે તો બીજી તરફ તંત્ર પણ મંજૂરીની અપેક્ષા મુજબનું લાયસન્સ ખાનગીમાં પધરાવી દેવાતા કોઈપણ તપાસ હાથ ધરાતી નથી. આ પાછળ વેપારીઓ અને સ્ટાફની ભૂમિકા સામે અનેક પ્રશ્ર્નાર્થો ઊભી થાય છે. આ ફટાકડાના વેપારીઓ દ્વારા નિયમોનું ઉલ્લંધન કરીને કરાઈ રહ્યાના આક્ષેપો ઊઠી રહ્યા છે.
પરંતુ દર વર્ષ તંત્ર મૌનધારણ કરીને બેસે છે. આ ફટાકડાના બજારનું ભાડુ સૌથી વધુ હોવાથી નાના વેપારીઓને પોષાય તેમ નથી. આ ઊંચા ભાડાના કારણે વેપારીઓ ફટાકડામાં ઉમેરીને વેચાણ કરતા હોવાથી ગ્રાહકો પણ બૂમો પાડી રહ્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી. આ શહેરની મધ્યમાં ભીડભાડવાળી અને અસુરક્ષાને લઈને લાલબાગ મેદાનમાંથી શહેરને છેવાડે આવેલ કનેલાવ તળાવની બાજુમાં ખુલ્લી જગ્યા હોવાથી ફટાકડા બજાર ખસેડવાની જાગૃત નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.
બગીચા સામે વેપારીઓ અનઅધિકૃત
ગોધરાના બસ સ્ટેન્ડ નજીક એટલે બગીચા સામે છેલ્લા ઘણા વર્ષોથી ફટાકડાનંું વેચાણ બારેમાસ થાય છે. આ વિસ્તાર પણ ભારે ભીડભાડવાળો છે. ફટાકડાની આડમાં કેટલાક બિનઅધિકૃત વેચાણ કરે છે. આ વેપારીઓ દ્વારા કાયદા પ્રમાણે લાયસન્સ લેવામાં આવતું નથી. સુરક્ષાની દ્રષ્ટિએ ભારે જોખમી વિસ્તાર છે. ત્યારે લોકોનું કહેવું છે કે આ દુકાનો પણ બંધ કરાવાઈને કનેલાવ તળાવ પાસે લઈ જવામાં આવે. જેનાથી આ વિસ્તારમાં જાનમાલનું નુકશાન અટકી શકે તેમ હોઈ તંત્રએ આ તરફ ધ્યાન દોરવું જરૂરી છે.