મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત બીજા તબક્કાના બ્લડ ડોનેશન કેમ્પમાં ૭૧ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું

લુણાવાડા,
રાજયના શિક્ષણ વિભાગ પ્રેરિત મહીસાગર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે સંતરામપુર મુરલીધર સ્કૂલ ખાતે જિલ્લા કલેકટર આર. બી. બારડના અધ્યક્ષ સ્થાને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાજયના શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં ૭૧ યુનિટ જેટલું બ્લડ એકત્ર કરવામાં આવ્યું.

કલેકટર બારડે ઉપસ્થિત શિક્ષકોને પ્રેરણા પૂરી પાડી કોવિડ-૧૯ જનઆંદોલન અભિયાન અંતર્ગત જનજનમાં લોકજાગૃતિ આવે અને કોરોના સંક્રમણને અટકાવવા માટે સમાજના તમામ લોકો માસ્ક પહેરે, વારંવાર સાબુથી હાથ ધોવે, સેનેટાઇઝરનો ઉપયોગ કરે અને ૬ ફૂટના અંતરનું પાલન કરે તે માટેનો સંદેશો સમાજના ઘર-ઘર સુધી પહોંચાડવા સુચવ્યું હતું.
કોરોના વાયરસ મહામારી સમયે જરૂરિયાતમંદ લોકોને સમયસર રક્ત મળી રહે તેવા ઉદ્દેશથી શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત આ બ્લડ ડોનેશન કેમ્પમાં ઉપસ્થિત રહેતા સંતરામપુર ધારાસભ્ય કુબેરભાઇ ડીંડોરે કોરોનાની આ મહામારીના સમયમાં લોકડાઉન અને અનલોક દરમિયાન જિલ્લાના શિક્ષકોએ જિલ્લાના નાગરિકોના આરોગ્યની સુખાકારી માટે કોરોના વોરિયર્સ બનીને મહત્વની કામગીરી હતી. અને આજે કોરોના વાયરસની મહામારી વચ્ચે જરૂરિયાતમંદ લોકોને સમયસર રકતનો પ્રવાહ મળી રહે તે ઉદ્દેશને ધ્યાનમાં રાખીને રકતદાન કરી રહ્યા છે ત્યારે તેમની આ સેવાઓને બિરદાવી હતી.

જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ કોરોના વાયરસની આ મહામારી વચ્ચે શિક્ષકોએ કરેલ કામગીરીને બિરદાવી શિક્ષણ વિભાગ દ્વારા કોરોના વાયરસની મહામારી વચ્ચે જરૂરિયાતમંદ લોકોને સમયસર રકત મળી રહે તે માટે જે રકતદાન કેમ્પોના કરવામાં આવી રહેલ આયોજનની સરાહના કરી હતી. શિક્ષણ વિભાગના ઉપક્રમે હવે આગામી તા. ૧૯/૧૦/૨૦૨૦ના રોજ લાલસર ખાતે પટેલ સમાજની વાડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવનાર છે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં જિલ્લાના શિક્ષકોને ભાગ લેવા બદલ મહીસાગર જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

આ બ્લડ ડોનેશન કેમ્પમાં ઉપસ્થિત રહીને શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ રક્તદાન કેમ્પમાં ગુજરાત આચાર્ય સંધના પ્રમુખ જે.પી.પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વાય.એચ.પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી પી.એન.મોદી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ શશિકાંતભાઇ પટેલ, જિલ્લા માધ્યમિક શિક્ષણ સંઘના પ્રમુખ મહેશભાઇ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના કે.એમ.પટેલ, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના જે.એસ.પટેલ સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.