અમદાવાદ એરપોર્ટ પરથી ૨ કરોડની કિંમતનું સોનું પકડાયું, દુબઈથી આવેલા શખ્સની અટકાયત

અમદાવાદ,

અમદાવાદ એરપોર્ટ પર અવાર નવાર સોનું પકડાવાની ઘટના હવે સામાન્ય બની ગઈ છે. આજે ફરી અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરીની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ દુબઈથી આવેલ એક મુસાફર પાસેથી ૩ કિલો સોનુ પકડાયુ છે. એરપોર્ટ પર જ્યારે સ્કેનિંગ કરવામાં આવી રહ્યુ હતુ ત્યારે શંકા જતા તપાસ કરવામાં આવી હતી. જેમા તેની પાસેથી ૩ કિલો સોનુ મળી આવ્યું હતું. પ્રાથમિક તપાસ દરમ્યાન તપાસમાં એરપોર્ટ પરના પાકગની કામગીરી કરતાં એક શખ્સની પણ સંડોવણી બહાર આવી છે.

અમદાવાદ એરપોર્ટ પરથી ફરી એકવાર ૨ કરોડનું સોનુ પકડાતા ખળભળાટ મચી ગયો છે. સોનાની દાણચોરી કરતાં એક મુસાફરની પકડી પાડવામાં આવ્યો છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ જ્યારે જ્યારે સ્કેનિંગ કરવામાં આવી રહ્યુ હતુ ત્યારે એક મુસાફર શંકાસ્પદ જણાતાં સ્કેનિંગ સમયે ઈન્ટેલિજન્સ ટીમે વધુ તપાસ કરતા આ મુસાફર પાસેથી ૩ કિલો સોનુ મળી આવ્યું હતું. જેની હાલમાં બજાર કિંમત ૨ કરોડ હોવાનું જાણવા મળ્યુ છે.

પ્રાથમિક વિગતો મુજબ અમદાવાદ એરપોર્ટ પરથી એક મુસાફર શંકાસ્પદ જણાતાં સ્કેનિંગ સમયે ઈન્ટેલિજન્સ ટીમે વધુ તપાસ કરતા આ મુસાફર પાસેથી ૩ કિલો સોનુ મળી આવ્યું હતું. આ સોનુ ઘવલ પટેલ નામના વ્યક્તિ પાસેથી રુપિયા ૨ કરોડની કિંમતનું ૩ કિલો સોનુ પકડાયુ હતુ. જો કે તેની પાછળ બીજા કોણ કોણ સંડોવાયેલા તેની વધુ તપાસ શરુ કરવામાં આવી છે. તેમજ એક તપાસ મુજબ તેણે આ સોનુ એરપોર્ટ પર પાકગની કામગીરી બજાવતા અનિલ પટેલના કહેવાથી સોનુ લાવ્યા હોવાની કબુલાત કરી હોવાનુ જાણવા મળ્યુ છે. જે બાબતે પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.