ગાંધીનગરમાં વેચેલી ભેંસના પૈસા માંગતા, ભૂવાએ અંધશ્રદ્ધાથી ડરાવી બીજા ૬૨ હજાર પડાવ્યા

ગાંધીનગર,

ગાંધીનગરના એક ગામમાં પશુપાલનનો ધંધો કરતાં પરિવારે ભૂવાને ભેંસ વેચી હતી તેના પૈસાની માંગણી કરતાં ભૂવાએ અંધશ્રદ્ધા ફેલાવી કહ્યું કે તમારા પર માતા મુકી છે. અને તેવો ડર ફેલાવી બીજા ૬૨ હજાર રોકડા તેમજ સોનાના પગરખાં લઈ છેતરપિંડી કરી ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે.

ગાંધીનગર જીલ્લાનો એક પરિવાર પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલ છે. થોડા સમય પહેલા આ પરિવારે એક ભૂવાને રુપિયા ૬૦ હજારમા ભેસ વેચી હતી. ભેંસ વેચનાર પરિવારે પૈસાની ઉઘરાણી કરવા છતા ભૂવો પૈસા આપતો નહોતો. વારવાંર પૈસાની ઉઘરાણી કરતા ભૂવો ઉશ્કેરાયો અને કહેવા લાગ્યો કે તમારે ત્યાથી લાવેલ ભેંસ તો મરી ગઈ છે. હવે શેના પૈસા આપવાના હોય તેવો જવાબ આપી પૈસા આપવાની ના પાડી દીધી હતી.

ભેંસ વેચનાર પરિવારે ભૂવા પાસે વારવાંર પૈસાની ઉઘરાણી કરતા ભૂવાએ એવુ કહ્યુ કે ખરીદેલી ભેંસ તો મરી ગઈ છે. હવે શેના પૈસા આપવાના હોય તેવો જવાબ આપતો હતો. અને વધુનમાં ભૂવાએ ગામમાં એવી વાત ફેલાવી કે તેણે આ પરિવાર પર માતા મુકી છે હવે તેનું ખેદાન-મેદાન થઈ જશે તેવી ધમકી આપતો હતો. જેથી ભેંસ વેચનાર પરિવાર ડરી ગયો હતો અને આ વિશે અંત લાવવા ભૂવાને આજીજી કરતો હતો. ત્યારે ભૂવાએ કહ્યુ કે મારી માતાને પાછી વાળવી હોય તો તમારે દંડ ભરવો પડશે. અને દંડમાં રુપિયા ૫૧ હજાર રોકડા તેમજ સોનાનું જુતું આપવુ પડશે તો જ મારી માતા પાછી ફરશે. આથી પરિવાર અંધશ્રદ્ધામાં આવી ડરીને જીવ બચાવવા ભૂવાની બધી વાત માની લેવા તૈયાર થયો હતો. પરિવાર અંધશ્રદ્ધામાં આવી ડરી ગયો હતો કે ભૂવો જે કહે તે કરવા તૈયાર થયો હતો. જેથી એક મહિના પછી ભૂવો તેના સાંગરિતોને લઈ પરિવારના ગામમાં આવ્યો હતો. જ્યા બળજબરીપુર્વક તાંત્રિક વિધિના કરવાના નામે ડરાવી બીજા ૬૨ હજાર પડાવી લીધા હતા. જેમા માતા પાછી વાળવાના નામે ૫૧ હજાર તેમજ ૧૧ હજાર જુત્તાના નામે આપ્યા હતા. અને ભૂવાએ ઘરમા કરેલી આ તાંત્રિક વિધિનો વિડીયો તેના સાગરીતોએ તેમના મોબાઈલમા ઉતારી લીધો હતો. જે વિડીયો સોશ્યિલ મીડિયા પર વાઈરલ થતા પરિવાર રોષે ભરાયો હતો.