મુંબઇ,
પોતાની દમદાર એક્ટિંગની સાથે સાથે પોતાના સ્પષ્ટ નિવેદનોને કારણે ચર્ચામાં રહેતી એક્ટ્રેસ કંગના રનૌત ફરી એકવાર ચર્ચામાં આવી છે. કંગના રનૌતે હાલમાં જ એક એવી સ્ટોરી શેર કરી છે, જેના કારણે સોશિયલ મીડિયા પર હલચલ મચી ગઈ છે.આ સાથે એક્ટ્રેસે અનેક સવાલો પણ ઉઠાવ્યા છે. આવો જાણીએ આ સમગ્ર મામલા વિશે પરંતુ તે પહેલા જાણીશું કે એક્ટ્રેસે પોતાની લેટેસ્ટ પોસ્ટમાં શું લખ્યું છે?
કંગનાએ કોઈનું નામ લીધા વગર વધુ એક ધમકીભરી સ્ટોરી શેર કરી છે. આ સ્ટોરીમાં તેણે લખ્યું છે કે, ’જેઓ મારા વિશે ચિંતિત હતા તેમને હું કહી દઉં કે ગઈ રાતથી મારી આસપાસ કોઈ વિચિત્ર ઘટના બની નથી. મને કોઇએ ફોલો કરી નથી. જુઓ, જેઓ લાતોથી માને છે, તેઓ માત્ર લાતોથી માને છે. હું ચંગુ-મંગુ ગેંગને મેસેજ મોકલવા માંગુ છું કે બાળકો, તમને હજુ સુધી કોઇ ગામડાનો વ્યક્તિ ભટકાયો નથીપતમારી જાતને સુધારી લેજો નહીંતર હું ઘરમાં ઘુસીને મારીશપ.અને જેઓ એમ વિચારે છે કે હું પાગલ છું, તમે તે તો જાણો છો કે હું પાગલ છું.પણ હું કેટલી મોટી પાગલુ છું તે તમે જાણતા નથી.
હકીક્તમાં, અગાઉ કંગના રનૌતે તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક લાંબી સ્ટોરી શેર કરી હતી અને લખ્યું હતું કે કોઈ તેની જાસૂસી કરી રહ્યું છે. આની પાછળ એક્ટ્રેસે બોલિવૂડના એક કપલનો હાથ હોવાની વાત કરી હતી. કંગના રનૌતે પોતાની સ્ટોરીમાં લખ્યું છે કે, ’હું જ્યાં પણ જાઉં છું મને ફોલો કરવામાં આવે છે. મારી જાસૂસી કરવામાં આવી રહી છે. દરેક વ્યક્તિ જાણે છે કે પાપારાઝી સ્ટાર્સને ત્યારે જ મળી શકે છે જ્યારે તેમને તેના વિશે જાણ કરવામાં આવે. આજકાલ તેઓ ક્લિક એક્ટર્સ પાસેથી પૈસા પણ લેવા લાગ્યા છે. મારી ટીમ કે હું તેમને પૈસા નથી આપી રહ્યા, તો તેમને કોણ પૈસા આપી રહ્યું છે?
એક્ટ્રેસે આગળ લખ્યું કે તેને તેના વોટ્સએપ ડેટામાંથી પ્રોફેશનલ અને પર્સનલ ડીટેલ્સ લીક થવાની શંકા છે. તે જ્યાં પણ જાય છે, પેપ્સ તેની પહેલા ત્યાં પહોંચી જાય છે. તે તેના પાકગમાં અને તેના ઘરની છત પર પણ ઝૂમ કેમેરા સાથે સ્પોટ કરવામાં આવે છે.
અહીં, એક્ટ્રેસે આ મામલાને લઈને કોઈનું નામ નથી લીધું પરંતુ તેને લઇને તમામ પ્રકારની હિંટ્સ આપી છે. કંગના રનૌતે લખ્યું કે આ બધા પાછળ એક સેલિબ્રિટી કપલ છે. આ વિશે હિંટ આપતાં કંગનાએ કહ્યું, ’તે મારા જેવા કપડાં પહેરે છે, મારા ઘરની જેમ ઇન્ટિરિયર ડિઝાઇન કરાવે છે. તેણે મારા હેરસ્ટાઈલિસ્ટ અને હોમ સ્ટાઈલિસ્ટને પણ રાખ્યા, જેમણે પાછળથી મારી સાથે કામ કરવાની ના પાડી. તેના પતિએ તેને પ્રોડ્યુસર બનવા દબાણ કર્યું અને તેને વધુ મહિલા કેન્દ્રિત ફિલ્મો કરવા કહ્યું. તેઓ એક જ બિલ્ડિંગમાં અલગ રહે છે. તેણે તેના લગ્નમાં એ જ સાડી પહેરી હતી, જે મેં અગાઉ મારા ભાઈના લગ્નના રિસેપ્શનમાં પહેરી હતી. હવે કંગનાની આ પોસ્ટ પછી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તેણે આ બધું આલિયા ભટ્ટ અને રણબીર કપૂર માટે કહ્યું છે. એક્ટ્રેસે તેની નોટમાં દાવો કર્યો છે કે છોકરીએ તેના લગ્નમાં તેના જેવી જ સાડી પહેરી હતી. આ સાથે જોડાયેલ એક ફોટો પણ આ સમયે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જો કે આમાં કેટલું સત્ય છે તે તો કંગના રનૌત પોતે જ કહી શકશે.