ભુજ,
કચ્છમાં ફરી એક વખત ધરતી ધ્રુજી છે. કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૩.૧ નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી ૨૬ કિમી દૂર નોંધાયુ હતું. સવારે ૧૧:૧૧ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
આ અગાઉ ૩૦ જાન્યુઆરીના રોજ એક જ કલાકની અંદર ભૂકંપના બે આંચકા અવનુભવાયા હતા. દુધઈ પાસે સવારે ૬.૩૮ કલાકે ૪.૫ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ સિવાય ખાવડા પાસે સવારે ૫.૧૮ કલાકે ૩.૨ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. વહેલી સવારે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો.