મની લૉન્ડરિંગ કેસમાં ચિદમ્બરનાં પત્નીની સંપત્તિ ટાંચમાં લેવાઈ

નવીદિલ્હી,

ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ)એ ગઈ કાલે જણાવ્યું હતું કે શારદા મની લૉન્ડરિંગ કેસમાં કૉન્ગ્રેસના નેતા પી. ચિદમ્બરમનાં પત્ની નલિની ચિદમ્બરમ, સીપીએમના ભૂતપૂર્વ વિધાનસભ્ય દેબેન્દ્રનાથ બિસ્વાસ જેવા ‘લાભાર્થીઓ’ની ૬ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિને એણે ટાંચમાં લીધી છે. પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ હેઠળ ૩.૩ કરોડ રૂપિયાના મૂલ્યની જંગમ મિલક્તો તેમ જ ત્રણ કરોડ રૂપિયાની સ્થાવર મિલક્તો ટાંચમાં લેવા માટે ઑર્ડર અપાયો છે.

ડીજીસીએ (ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન)એ એક પૅસેન્જર ખોટા ડેસ્ટિનેશન પર પહોંચવાની ઘટનાની તપાસનો આદેશ આપ્યો હતો. આ પૅસેન્જરે ઇન્ડિગોની ફ્લાઈટમાં પટના પહોંચવાનું હતું. જોકે એને બદલે તે આ ઍરલાઇનની બેદરકારીને કારણે અન્ય ફ્લાઈટમાં ઉદયપુર પહોંચી ગયો હતો. ડીજીસીએના અધિકારીએ જણાવ્યું હતું કે અફસર હુસૈન નામનો આ પૅસેન્જર તેની શેડ્યુલ્ડ ફ્લાઈટ પકડવા માટે ૩૦મી જાન્યુઆરીએ દિલ્હી ઍરપોર્ટ પર પહોંચ્યો હતો. જોકે ઉદયપુર ઍરપોર્ટ પર લૅન્ડ થયા બાદ તે ખોટા ડેસ્ટિનેશન પર પહોંચ્યો હોવાનો તેને ખ્યાલ આવ્યો હતો.