નવીદિલ્હી,
વર્ષથી ઘઉંનું ઓછું ઉત્પાદન અને રશિયા-યૂક્રેનના કારણે માંગ વધતા દેશમાં ઘઉંનો ભાવ સતત વધી રહ્યો છે.જેના કારણે વર્ષભરમાં ઘઉંના ભાવ ૧૬ ટકા જેટલા વયા છે અને ત્યારે વર્તમાનમાં દેશના કેટલાક રાજ્યોમાં પ્રતિ ક્વિન્ટલ ઘઉંના ભાવ રૂ.૩૦૦૦ને પાર થઈ ગયા છે.જ્યારે બીજીતરફ પૂર્વ ભારતની એપીએમસીમાં ઘઉંનો સ્ટોક ખુબ ઓછો જોવા મળી રહ્યો છે.
આમ દેશભરમાં ઓછામાં ઓછા ટેકાના ભાવ એમએસપી ઉપર ઘઉં વેચાઈ રહ્યો છે.જેના કારણે ઘઉંના લોટનો ભાવ પણ વધી રહ્યો છે.આમ છેલ્લા એક વર્ષમાં લોટના ભાવમાં ૧૯ ટકાનો વધારો થતાં રૂ.૩૫ થી ૪૦ પ્રતિ કિલો મળી રહ્યો છે.દિલ્હીમાં પ્રતિ ક્વિટલ ઘઉંની કિંમત રૂ.૩,૦૪૪.૫૦ પર પહોંચી ગઈ છે.ઉત્તરપ્રદેશમાં ઘઉંની કિંમત રૂ.૩૦૦૦ પ્રતિ ક્વિન્ટરને પાર પહોંચી ગઈ છે.