કિયારા અડવાણીના કારણે તૂટવાના હતાં આ ફેમસ બિઝનેસમેનના લગ્ન! છૂટાછેડા સુધી પહોંચી ગઇ હતી વાત

મુંબઇ,

ખંડાલામાં અથિયા શેટ્ટી અને કેએલ રાહુલના ભવ્ય લગ્ન પછી, હવે બીજા બી-ટાઉન લગ્નનો સમય આવી ગયો છે. કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના મોટા પંજાબી લગ્ન, ૬ ફેબ્રુઆરીના રોજ થવાના છે, અને પ્રી-વેડિંગ સેલિબ્રેશન શરૂ થઈ ગયા છે.બંને જલ્દી પતિ-પત્ની તરીકે સાત ફેરા લેશે અને એકબીજાના બની જશે. પરંતુ, શું તમે જાણો છો કે શાર્ક ટેક્ધ ઈન્ડિયાના જજ અશ્ર્નીર ગ્રોવરે એકવાર ખુલાસો કર્યો હતો કે કિયારા અડવાણીને કારણે તેના છૂટાછેડા થવાના હતા.

અશ્ર્નીર ગ્રોવરે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે કિયારા અડવાણીને કારણે તે લગભગ છૂટાછેડા લેવા જઈ રહ્યો હતો. અશ્ર્નીર ગ્રોવરે તેના ’દોગલાપન’ નામના પુસ્તકમાં આ વિશે વાત કરી છે કે કેવી રીતે કિયારા અડવાણીએ તેની પત્ની માધુરી જૈન ગ્રોવર સાથેના લગ્નને લગભગ ખતમ કરી દીધા હતા. ચેપ્ટરનું ટાઇટલ છે, કેવી રીતે કિયારા અડવાણીના કારણે મારા છૂટાછેડા થવાના હતાં. ચેપ્ટરમાં, અશ્ર્નીરે તેની ઓફિસમાં એક મિત્ર અને સાથી સંસ્થાપકને મળવા વિશે વાત કરી છે. જેવું તેણે પોતાના એક મિત્રને લગ્ન કરવા વિશે પૂછ્યું, તેના મિત્રએ તેને એક મેચમેકર વિશે જણાવ્યું જે તેણે ઇન્ડિયન મેચમેકિંગની સીમા આંટીની જેમ કામ પર રાખ્યો હતો. રસપ્રદ વાત એ છે કે, જ્યારે ગ્રોવરે તેને તેના પ્લાન વિશે પૂછ્યું, ત્યારે તેણે કિયારા અડવાણીને પરફેક્ટ મેચ તરીકે સૂચવી.

આ સમયે, તેને એ પણ યાદ આવ્યું કે તેની માતાએ તેને તેના જૂતા ખૂબ મોટા હોવા વિશે શું કહ્યું હતું, જ્યારે અશ્ર્નીરે મજાકમાં કહ્યું, ’તમને ખબર નથી કે આજકાલ માર્કેટમાં શુ ચાલી રહ્યું છે . જો આજના સમયે લગ્ન થઈ રહ્યા હોત તો કિયારા અડવાણીનું માગુ તમારા દીકરા માટે આવ્યું હોત.

આ વાતચીતથી અશ્ર્નીર ગ્રોવરની પત્ની માધુરી ગુસ્સે થઈ ગઈ. બીજા દિવસે, તે મુંબઈ જવાનો હતો અને આખી મુસાફરી દરમિયાન તેની પત્નીએ તેની સાથે વાત કરી ન હતી. તેણે પાછળથી પૂછ્યું, ’તમારે કિયારા અડવાણી સાથે લગ્ન કરવા છે’ અને તેની સાથે આગામી ૩૦ મિનિટ સુધી ઝગડી કે જ્યારે તેણે તેની સાથે લગ્ન કર્યા ત્યારે તે કંઈ ન હતો અને તે શાર્ક ટેક્ધ ઈન્ડિયા કરવા માટે સંમત થયો કારણ કે પત્નીએ આગ્રહ કર્યો હતો.