ધાનપુરની મહિલાને એમ.પી.ના ભાભરામાં સાસરી પક્ષ ત્રાસ આપતાં દાહોદ મહિલાએ પોલીસ મથકે ફરિયાદ

દાહોદ,

દાહોદ જિલ્લાના ધાનપુર ગામે રહેતી આંગણવાડી વર્કર મહિલાએ મધ્યપ્રદેશના ભાભરા તાલુકામાં લગ્ન કર્યા બાદ તેના પતિ તથા સાસરીપક્ષના લોકો દ્વારા પરણિતાને શારિરીક અને માનસીક ત્રાસ આપતાં આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલ પરણિતાએ પતિ તથા સાસરીયાઓ વિરૂધ્ધ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ધાનપુર ગામે ગાંગરડી ફળિયામાં રહેતી 30 વર્ષીય સવિતાબેન સીમાભાઈ અમલીયારે તેઓ આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવે છે. તેઓના લગ્ન આજથી બાર વર્ષ અગાઉ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના ચંદ્રશેખર આઝાદ નગરમાં રહેતાં નરેશભાઈ પાનાભાઈ બામણીયા સાથે સમાજના રિતી રિવાજ મુજબ થયાં હતાં. લગ્નના થોડા સમય સુધી સવિતાબેનને સારૂં રાખ્યા બાદ પતિ તથા સાસરીયાઓનું પોત પ્રકાશ્યું હતું અને સવિતાબેનને તેના પતિ નરેશભાઈ દ્વારા અન્ય પુરૂષો સાથે સવિતાબેન સંબંધો રાખતા હોવાના ખોટા શક વ્હેમ રાખી સવિતાબેનને શારિરીક તેમજ માનસીક ત્રાસ આપી નરેશભાઈની સાથે સાથે સવિતાબેનના સાસરીપક્ષના ટીનાભાઈ પાનાભાઈ બામણીયા પણ સવિતાબેનને શારિરીક અને માનસીક ત્રાસ આપતાં આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલ સવિતાબેન સીમાભાઈ અમલીયારે દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે પતિ સહિત અન્ય એક ઈસમ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.