ABVP દાહોદ જિલ્લા દ્વારા છાત્ર હુંકાર નામથી જિલ્લા છાત્ર સંમેલન કાર્યક્રમ યોજાયો

દાહોદ,

તા.03/02/2023 ના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો દાહોદ જિલ્લા દ્વારા છાત્ર હુંકાર નામથી જિલ્લા છાત્ર સંમેલન કાર્યક્રમ દાહોદ નગરના પંડિત દિન દયાળ આોડિટોરિયમ હોલ ખાતે યોજવામાં આવ્યું.

જેમાં વિવિધ વિષયો ઓર માર્ગદર્શન, વર્તમાન શેક્ષણિક પરિસ્થિતિ અને વર્તમાન સામાજિક પરિસ્થિતિના વિવિધ વિષય પર પ્રસ્તાવ પણ પારીત કરવામાં આવ્યું તેમજ દાહોદ નગરમાં શોભાયાત્રા અને જાહેર સભા પણ યોજવામાં આવે જેમાં વિવિધ વિષય પર છાત્ર નેતા ભાષણ પણ થયા હતા.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 75 વર્ષમાં પ્રવેશ કરે છે. ત્યારે સમગ્ર ભારતના તમામ જિલ્લામાં છાત્ર હુંકાર છાત્ર સંમેલન થવા જઇ રહ્યા છે. ત્યારે આજ રોજ દાહોદ જિલ્લામાં પણ જિલ્લા છાત્ર સંમેલન છાત્ર હુંકાર નામ થી યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય અતિથિ પૂર્વ જીપીએસસી ચેરમેન ડો.દિનેશભાઇ દાસા, અ.ભા.વિ.પ. રાષ્ટ્રીય શોધ કાર્ય ના સહસંયોજક જયોતિબેન જયસ્વાલ,અ.ભા.વિ.પ. રાષ્ટ્રીય કારોબારી સદસ્ય નીશિત વરીયા,અ.ભા.વિ.પ. વડોદરા અને પંચમહાલ વિભાગના સંગઠન મંત્રી ગૌતમભાઇ ગામિત, પંચમહાલ વિભાગના સંયોજક જયભાઈ પાઠક, દાહોદ જિલ્લા પ્રમુખ ડો.શ્રેયસ પટેલ અને જીલ્લા સંયોજક સિધ્ધાર્થ ખપેડ ઉપસ્થિત રહ્યા ઉદ્ઘાટન સત્ર કાર્યક્રમમાં દાહોદ જિલ્લા ના ખૂણે ખૂણે થી 400 થી વધુ છાત્ર શક્તિ એકત્રીત થઇ હતી. કાર્યક્રમમાં ઉદ્ઘાટન સત્ર,શોભાયાત્રા અને જાહેરસભા નું અયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાની વર્તમાન શૌક્ષણિક સમસ્યાઓ જેવી કે,

(1) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણના સાથે સાથે દાહોદના વિસ્તારમાં વિદ્યાર્થી પોતાના કૌશલ્યો ને અનુરૂપ રોજગાર મેળવી શકે તેવા પ્રયાસો શરૂ કરવામાં આવે.

(2) દાહોદ જિલ્લામાં સ્કૂલ,કોલેજ ની છાત્રાવાસ માં સંખ્યામાં વધારો કરવામાં આવે તેમજ જર્જરિત બિલ્ડિંગ સુધારવામાં આવે. છાત્રાવાસમાં પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે. તેમજ જિલ્લા કેન્દ્ર પર સમરસ છાત્રાવાસ પણ બનાવવામાં આવે.

(3) દાહોદ જિલ્લામાં B.C.A., B.B.A., M.C.A., M.B.A. તેમજ અનુસ્નાતકની સરકારી કોલેજ બનાવવામાં આવે.

(4) જિલ્લામાં કોલેજમાં ટીચિંગ અને નોન ટીચિંગ ની ઘાટ છે, તેમજ સ્કૂલમાં પણ શિક્ષકોની ઘટ છે. જેને ત્વરિત ભરવામાં આવે.

(5) દરેક સ્કૂલ અને કોલેજમાં P. T. સ્પોર્ટ્સ ટીચર્સ ની ઘટ છે માટે ત્વરિત ભરતી કરવામાં આવે.

(6) દાહોદ જિલ્લો એ અંતરિયાળ અને જંગલ વિસ્તાર હોવાથી છેવાડાના ગામડાથી મુખ્ય મથક દાહોદ સુધી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અને સ્થાનિક લોકો માટે પણ ઘણી મુશ્કેલીઓ પડે છે. ST બસ સુવિધાઓની સંખ્યામાં વધારો થાય તેમજ વિદ્યાર્થીઓના સમય મુજબ એના ગામ સુધી જાહેર પરિવહન ની વ્યવસ્થા કરવામાં આવે .

અને વર્તમાન સામાજિક પરિસ્થિતિ જેવી કે,

(1) દાહોદ જિલ્લાના યુવાનો સાવલંબી બની શકે તે હેતુ થી વધુમાં વધુ ઔદ્યોગિક વિકાસલક્ષી સુવિધાઓ સેન્ટરો, પ્રોજેક્ટો તથા યોજનાઓ લાગુ પાડવામાં આવે તેવી માંગ કરે છે.

(2) ભૌગોલિક અને કુદરતી સંશાધનોને ધ્યાનને લઈ રોજગારલક્ષી વ્યવસાયોનો વિકાસ સ્થાનિક સ્તરે થાય તેવા પ્રયાસો કરવા જોઈએ.

(3) દાહોદ જિલ્લાના વિસ્તાર એ જંગલ તેમજ પહાડોનો વિસ્તાર છે. આ વિસ્તાર ના ઘણા બધા ગામોમાં હજુ પણ નેટવર્કર વગર ના છે ને જ્યાં છે ત્યાં સરખું નેટવર્કર નથી રહેતું માટે મોબાઈલ નેટવર્કર ની પૂરતી સુવિધાઓ ઉભી કરવામાં આવે.

(4) દાહોદ જિલ્લો એ પર્યટનની દૃષ્ટિએ ખૂબ પ્રખ્યાત છે, રોજગારી વધારવા માટે પ્રવાસનક્ષેત્રની નિર્ણાયક ભૂમિકા રોજગારીની નવી તકો ઊભી થશે. આદિવાસીઓ માટે ગૌરવના સ્થળો અને આસ્થાના સ્થળોનો વિકાસ પ્રવાસનને ઘણું પ્રોત્સાહન અપાશે. જે એ આવકાર્ય છે. પણ સ્થાનિક લોકો ને વધુ રોજગારી મળે તેમજ સ્થાનિક જન હિતને ધ્યાનમાં રાખી એનો વિકાસ કરવો જોઇએ.

(5) દાહોદ જિલ્લાના યુવાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારીઓ માટે જિલ્લા બહાર કોચિંગ માટે જવું પડે છે માટે જિલ્લામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ ના કોચિંગ કલાસ દરેક તાલુકામાં ચાલુ કરવામાં આવે.

(6) દાહોદ જિલ્લા ના યુવાઓ ખેલ ક્ષેત્રે આગળ પડતા છે. દરેક તાલુકામાં રમત ગમત માટે ગ્રાઉન્ડ તેમજ પૂરતી સુવિધાઓ ઉભી કરવામાં આવે. રમત – ગમત ક્ષેત્રે પોતાનું યોગદાન આપે તે માટે તાલીમ લઈ શકે તેવા રમત- ગમતના મેદોનો તીરંદાજી (અર્ચરી)ની તાલીમ માટે કેન્દ્ર.

(7) જિલ્લામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી માટે દરેક તાલુકા સ્તરે લાઇબ્રેરી તમે ફ્રી કોચિંગ કલાસ ચલાવામાં આવે અને વિદ્યાર્થીઓને સ્ટાર્ટપ તરફ માર્ગદર્શન આપવામાં આવેવી અભાવિપ દાહોદ જિલ્લા સંમેલન માંગ કરે છે. જેવા વિવિધ વિષયો પર પ્રસ્તાવો પણ પારીત કરવામાં આવ્યા હતા.