દાહોદના જાલત ગામે અવંંતિકા હોટલ પાસે પાર્ક કરેલ ટ્રેકટર ચોરીમાં પોલીસે આરોપીને ઝડપ્યો

દાહોદ,

વાહન ચોર જાલત ગામે અવંતિકા હોટલના પાર્કિગમાં પાર્ક કરેલ જાલત ગામના બાબુભાઈ ઝવરયાભાઈ મીનામાના રૂપિયા અઢી લાખની કિંમતનું જીજે-20 એએચ-1324 નંબરનું સ્વરાજ 735 એફ ઈ ટ્રેક્ચર ચોરીને લઈ ગયો હતો અને આ સંબંધે ટ્રેક્ટર માલિક બાબુભાઈ જવરિયાભાઈ મીનામા એ કતવારા પોલીસ સ્ટેશનમાં તારીખ 31.1.2023ના રોજ ફરિયાદ નોંધાવી હતી. જે સંદર્ભે કતવારા પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી. તે દરમ્યાન દાહોદ એલસીબી પીઆઈ આર.સી. કાનમીયાની સુચનાથી દાહોદ એલસીબી પી.એસ.આઈ આર.બી.ઝાલા તથા દાહોદ એલસીબી સ્ટાફના પોલીસ કર્મીઓની ટીમ દાહોદ ડિવિઝન વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન બાતમીમાં દર્શાવેલ નંબરવાળઉં સ્વરાજ ટ્રેક્ટ્રર નજીક આવતા જ ટ્રેક્ટરના ચાલકે વોચમા ઉભેલ પોલીસને જોઈ લેતાં ટ્રેક્ટર લઈને ભાગવાની કોશીશ કરતા વોચમાં ઉભેલ પોલીસે તેને સ્વરાજ ટ્રેક્ટર સાથે ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ તેની પાસે ટ્રેક્ટરના આધાર પુરાવા માંગતા તેને પાસે તે ટ્રેક્ટરના આધાર પુરાવા ન હોવાનું જણાવ્યું હતું અને પોલીસના સવાલોના જવાબો આપવામાં ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. જેથી પોલીસે તે ટ્રેક્ટરના રજીસ્ટ્ર નંબર, ચેસીસ નંબર તથા એન્જિન નંબર પોકેટ કોપ તેમજ ઈ-ગુજકોચ એપ્લિકેશનમાં નાખી સર્ચ કરતા તે ટ્રેક્ટરનો માલિક બાબુભાઈ જવરીયાભાઈ મિનામા રહેવાસી જાલત હોવાનું બહાર આવતા ટ્રેક્ચર સાથે પકડાયેલ ઈસમ દાહોદ તાલુકા જાલત ગામના ભુરીયા પવિયાના 22 વર્ષીય શંકરભાઈ નગુભાઈ ઉર્ફે નગીનભાઈ ભુરીયાની ઘનિષ્ઠ પુછપરછ કરતા સદર ટ્રેક્ચરની તેને ોપતાના મિત્રો સાથે ભેગા મળી તારીખ 30-1-2023ના રોજ રાતે જાલત ગામે આવેલ અવંતિકા હોટલના પાર્કિગમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરતા ટ્રેક્ટર ચોરીનો સદર અનડિટેક્ટર ગુનો ડિટેક્ટ થતાં ટ્રેક્ટર સાથે આરોપી કતવારા પોલીસને સુપ્રરત કરતા પોલીસે તેને જેલના સળિયા પાછળ મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.