સંતરામપુર ટાઉન હોલ ખાતે મહીસાગર જિલ્લા ભાજપ કારોબારી બેઠક યોજાઇ

  • મહીસાગર કોંગ્રેસના બે અગ્રણીઓએ હાથનો સાથ છોડી ભાજપનો કેસરિયો ધારણ કર્યો.

સંતરામપુર,

મહીસાગર જિલ્લા ભાજપ કારોબારી બેઠક સંતરામપુર ટાઉન હોલ ખાતે યોજાઇ હતી. કારોબારી બેઠકમાં વિધાનસભાની 156 બેઠકો પર ભાજપના ભવ્ય વિજય બદલ ધન્યવાદ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં મહીસાગર કોંગ્રેસના અગ્રણી પ્રદેશ કોંગ્રસ મંત્રી અજયસિંહ ચૌહાણ અને જિલ્લા કોંગ્રસના મંત્રી આર કે માલીવાડ કોંગ્રેસના હાથનો સાથ છોડી ભાજપમાં જોડાયા હતા. જેમને પ્રમુખ સહીત આગેવાનોએ કેસરિયો ખેસ ટોપી પહેરાવી આવકાર્યા હતા.

બેઠકમાં મુખ્ય વક્તા કિશોર મકવાણા, સહ પ્રભારી કૈલાસબેન, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઇ, સાંસદ રતનસિંહ, ઉપપ્રમુખ જેઠાભાઇ સહીતના મહાનુભાવોએ માર્ગદર્શન આપ્યું હતું. મંત્રી રાજુભાઈએ ડેટા મેનેજમેન્ટના ઉપયોગ અંગે સરલ એપના ડાઉનલોડ કરી તેમાં માહિતી અપલોડ કરવા વિશે કાર્યકર્તાઓને વિસ્તૃત જાણકારી આપી હતી. આ બેઠકમાં જિલ્લા મહામંત્રી પ્રદીપસિંહ જિલ્લા પંચાયત પ્રમુખ રમિલાબેન,પૂર્વ ધારાસભ્યો માનસિંહ, હીરાભાઇ, જિજ્ઞેશભાઈ સહિત જિલ્લા કારોબારીના હોદ્દેદારો, મંડળના હોદેદારો, મોરચાના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.