ગોધરા સ્ટેશન રોડ લાઈફ લાઈન હોસ્પિટલ ખાતે બાળ રોગ તબીબોનો કેમ્પ યોજાયો

ગોધરા,

ગોધરા સ્ટેશન રોડ ખાતે આવેલ વિખ્યાત લાઈફલાઈન હોસ્પિટલમાં આજ રોજ વિશેષ બાળ રોગ નિષ્ણાંત તબીબોનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ કેમ્પમાં અમદાવાદની એશિયન ચિલ્ડ્રન હોસ્પિટલના પ્રખ્યાત માનવતાવાદી તબીબો એવા ડો. ઈમરાન પટેલ અને બાળકો તજજ્ઞ એવા બાળકોના સર્જન ડો. તાહા દાગીનાવાલા અને બાળ મગજના ગુજરાતના માત્ર એક તબીબ એવા ડો. ઝુલફીકાર લુહાર પોતાનો કિમંતી અને અમૂલ્ય સમય ફાળવીને કેમ્પમાં સેવા આપી હતી. આ કેમ્પમાં 400 ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં લાઈફલાઈન હોસ્પિટલ દ્વારા નિ:શુલ્ક યોજવામાં આવ્યો હતો. જેમાં તમામ દર્દીઓને ડોક્ટરે લખ્યા પ્રમાણેની દવાઓ પણ હોસ્પિટલ તરફથી મફત આપવામાં આવી હતી.