પૂર્વી લદ્દાખ સીમા પર તણાવ દૂર કરવા ચાલી રહેલી વાતચીતમાં ચીનનો ઈરાદો પૂરો ના થયો. તેણે શરત મુકી હતી કે, પહેલા ભારતીય સેના પૈંગોંગ ઝીલના દક્ષિણી કિનારા પર એડવાન્સ્ડ પોઝિશન્સ પરથી પાછા જાય. ભારતે ચીનને કહી દીધુ છે કે, જો સેનાઓ હટશે તો બંને તરફથી હટશે. એકતરફી એક્શન નહીં થશે. ધ ઈન્ડિયન એક્સપ્રેસે ઉચ્ચપદસ્થ સરકારી સુત્રોના હવાલાથી લખ્યું છે કે, ભારતે ચીની અતિક્રમણનો જવાબ આપવા માટે સાત જગ્યા પર લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC)ને પાર કરી છે.
ઓગસ્ટના અંતમાં ભારતીય સૈનિકોએ ચુશૂલ સબ-સેક્ટરમાં પોતાના પેટ્રોલિંગ પોઈન્ટ્સથી આગળ જઈને એડવાન્સ્ડ પોઝિશન્સ પર પકડ બનાવી લીધી હતી. હવે આ વિસ્તારમાં ભારતનો દબદબો છે, કારણ કે તેની નજર સ્પાંગુર ગૈપ પર રહેવાની સાથોસાથ મોલ્દોમાં ચીની ટુકડી પણ તેની નજરમાં છે. આ ઘટનાક્રમ બાદ ચીનના તેવર બદલાયા છે. સેનાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર, અમે સાત જગ્યા (LAC) પાર કરી છે. શું તમને લાગે છે કે ચીન હજુ પણ વાતચીતના ટેબલ પર છે? તેમણે કહ્યું કે, હાલની વાતચીતમાં ચીની ઈચ્છતા હતા કે, ભારત પહેલા દક્ષિણી તટની પોઝિશન્સ ખાલી કરી દે. ભારતે માગ કરી છે કે, એકસાથે બંને પક્ષ ઝીલના બંને કિનારા પરથી પાછળ હટશે.
ભારત અને ચીનની પાસે કોર કમાન્ડર સ્તર પર સાત રાઉન્ડ વાતચીત થઈ ચુકી છે. રાજકીય સ્તર પર પણ ચીનના વલણને લઈને ભારત સતર્ક છે. મોસ્કોમાં બંને દેશોના રક્ષા મંત્રીઓ અને વિદેશ મંત્રીઓની વાતચીત છતા જમીન પર ચીનના તેવર બદલાયા નથી. મીડિયા રિપોર્ટ અનુસાર, બીજિંગ કહે છે કે, તે બંને દેશોની સીમા પર શાંતિ અને ખુશહાલી ઈચ્છે છે. પરંતુ ભારત પણ એ જ ઈચ્છે છે. તેઓ એ નથી જણાવી રહ્યા કે તેમણે આટલી મોટી સંખ્યામાં સૈનિક ત્યાં જમા શા માટે કર્યા. તેમણે કહ્યું, કંઈપણ થઈ શકે છે. વિશ્વાસ નથી થતો ચીન પર. અમે કોઈપણ પ્રકારના પડકાર માટે તૈયાર છીએ.
ભારતીય સેનાના એક અધિકારીએ કહ્યું કે, હાલ LAC પર પરિસ્થિતિ જેમની તેમ જ છે. પરંતુ હવે ધીમે-ધીમે ઠંડી વધી રહી છે. ઘણી જગ્યા પર તાપમાન માઈનસ 10 સુધી પહોંચી ગયુ છે અને નવેમ્બર-ડિસેમ્બરમાં તે માઈનસ 30થી માઈનસ 40 સુધી પહોંચી જશે. શક્ય છે કે, તે સમયે ચીન પોતાના સૈનિકોની સંખ્યા થોડી ઓછી કરે. ઈસ્ટર્ન લદ્દાખમાં પૈંગોંગ ઝીલના ઉત્તરી કિનારે એટલે કે ફિંગર એરિયામાં ફિંગર-4ની પાસે, પૈંગોંગ ઝીલના દક્ષિણ કિનારે રિજાંગ લા, રિચિંગ લાની પાસે ભારત અને ચીનના સૈનિકો આમને-સામને છે. આ ઉપરાંત, પીપી-17 અને ડેપસાંગ એરિયામાં પણ બંને દેશોના સૈનિક આમને-સામને છે. ડેપસાંગમાં ચીની સૈનિકોએ ભારતીય સૈનિકોનું પેટ્રોલિંગ અટકાવ્યું છે.