ઘોઘંબા તાલુકાના સીમલિયા નિકોલા ગામના શ્રમજીવીનું સાઉથ આફ્રિકામાં નીપજ્યું મોત

  • મૃતદેહના અંતિમ સંસ્કાર માટે એક સપ્તાહથી સ્વજનો કરી રહ્યા છે વલોપાત.
  • સ્વજનો મૃતદેહ ઘરે લાવવા માટે સરકાર પાસે માંગી રહ્યા છે મદદ.
  • ગત શુક્રવારે પરિવારજનોને બાબુભાઇ બારીયા મૃત્યુ પામ્યા બાદ સ્વજનોને મૃતદેહ આપવા અંગે નથી મળી રહ્યો યોગ્ય પ્રત્યુતર.
  • સ્વજનો પોતાના પિતાના અંતિમ સંસ્કાર અને દર્શન માટે એક સપ્તાહથી ભૂખ્યા તરસ્યા બેસી રહ્યા છે.
  • મામલતદાર દ્વારા પણ બનાવ અંગે નિકોલા આવી પંચનામું કરવામાં આવ્યું હતું .
  • મૃતકના સ્વજનોએ સ્થાનિક ધારાસભ્ય મારફતે સાંસદને પણ કરી છે રજુઆત.

ઘોઘંબા,

પંચમહાલના અંતરિયાળ એવા ઘોઘંબા તાલુકાના નિકોલા ગામના શ્રમજીવીનું સાઉથ આફ્રિકામાં એક સપ્તાહ પહેલા મૃત્યુ થયું હતું. જેનો મૃતદેહ વતનમાં લાવવા માટે પરિવારજનો છેલ્લા એક સપ્તાહ થી રઝળપાટ કરી રહ્યા છે. પરિવારે છેલ્લા 8 દિવસ થી અન્નનો દાણો પણ લીધો નથી, ત્યારે પોતાના પરિવારના મોભીના મૃતદેહ વતન લાવવા પરિવારજનોની મદદે અત્યારસુધી કોઇ પણ આવ્યું નથી. જેથી પરિવારની હાલત કફોડી બની છે.

ઘોઘંબા તાલુકાના નિકોલા ગામના બાબુભાઇ બારીયા છેલ્લા કેટલાય વર્ષો થી રોજગારી માટે સાઉથ આફ્રિકા ખાતે ગયા હતા. જે છેલ્લા 2 વર્ષ પહેલાં વતન આવ્ય હતા. વતનમાં ત્રણ મહિના રહ્યા બાદ ફરી એક વખત આફ્રિકા ગયા હતા. જ્યાં છેલ્લા એક સપ્તાહ પહેલા તેમનું મૃત્યુ થયું હોવાના સમાચાર પરિવારને મળ્યા હતાં. મૃતદેહના અંતિમ સંસ્કાર માટે એક સપ્તાહથી સ્વજનો વલોપાત કરી રહ્યા છે. સ્વજનો મૃતદેહને વતન લાવવા માટે સરકાર પાસે મદદ માંગી રહ્યા છે. બાબુભાઇ દોઢ વર્ષ અગાઉ સેન્ટિંગ કામની મજૂરી માટે ભુજની કંપની મારફતે સાઉથ આફ્રિકા ગયા હતા.

ગત શુક્રવારે પરિવારજનોને બાબુભાઇ બારીયાના મૃત્યુ પામ્યાના સમાચાર મળ્યા બાદ સ્વજનોને મૃતદેહ આપવા અંગે કંપની તરફ થી યોગ્ય પ્રત્યુતર મળી રહ્યો નથી. સ્વજનો પોતાના પિતાના અંતિમ સંસ્કાર અને દર્શન માટે એક સપ્તાહથી ભૂખ્યા તરસ્યા બેસી રહ્યા છે. મામલતદાર દ્વારા પણ બનાવ અંગે નિકોલા આવી પંચનામું કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ કોઈ ઉત્તર મળ્યો નથી. મૃતકના સ્વજનોએ સ્થાનિક ધારાસભ્ય મારફતે સાંસદને પણ રજૂઆત કરી છે. સાઉથ આફ્રિકામાં સ્વજનનો મોત થતાં નિકોલા ગામમાં શોકની લાગણી ફેલાઇ છે. સાથે જ પરિવારજનોના આંસુ સૂકાઇ રહ્યા નથી. સ્વજનના મોતના સમાચાર મળ્યા બાદથી પરિવારમાં ભારે શોક છે. જ્યારે મૃતદેહના અંતિમ સંસ્કાર માટે એક સપ્તાહથી સ્વજનો વલોપાત કરી રહ્યા છે. સ્વજનો મૃતદેહ ઘરે લાવવા માટે સરકાર પાસે મદદ માંગી રહ્યા છે.