ગોધરા પાલિકા વિસ્તારમાં ચાલતા વિકાસના કામો મહેસાણાની એજન્સી દ્વારા હલ્કી ગુણવતા કરતાં કામોની થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન કરવાની માંગ

  • પાલિકા સભ્ય દ્વારા એજન્સીના કામો ગેરરીતિ સાબિત થાય તો બીલો અટકાવવા રજુઆત.

ગોધરા,

ગોધરા નગર પાલિકા વિસ્તારમાં વિકાસના કામો જે એજન્સીને સોંપવામાં આવ્યા છે. તે કામો આર.એમ.સી. મારફતે કામગીરી કરવાની હતી. તેની જગ્યાએ સાદા મીક્ષચર મશીનથી કરી વર્ક ઓર્ડર અને એસ્ટીમેન્ટ વિરૂદ્ધ હલ્કી ગુણવતાની કામગીરી કરવામાં આવી હોય ત્યારે વિકાસના કામોનું થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન કરાવી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે પાલિકા સભ્ય દ્વારા ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરવામાં આવી.

ગોધરા શહેર પાલિકા વિસ્તારના રોડ રસ્તાના વિકાસના કામો જય કોર્પોરેશન મહેસાણા નામની એજન્સીને સોંંપવામાં આવેલ છે. જે કામો આર.એમ.સી. મારફતે કામગીરી કરવાની હતી પરંતુ આ એજન્સીએ નિયમ વિરૂદ્ધ સાદા મીક્ષચર મશીનથી કામગીરી કરેલ હોય તે વર્ક ઓર્ડર અને એસ્ટીમેન્ટના વિરૂદ્ધ છે અને સાદા મીક્ષચર મશીનથી હલ્કી ગુણવતાની કામગીરી કરવામાં આવતાં મોટાભાગના રસ્તાઓ હાલમાં તુટી ગયેલ હોય તમામ કામોની થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન કરાવી આ એજન્સી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેમજ તપાસ દરમિયાન એજન્સી દ્વારા કરેલ કામોમાં ગેરરીતિ સાબિત થાય તો એજન્સીની ડીપોઝીટ અને બીલોનું ચુકવણું નહિં કરવું કરેલ બીલોનું ચુકવણું એજન્સી પાસેથી પરત લેવામાં આવે તેવી માંંગ સાથે પાલિકા સભ્ય હનીફ એ. કલંદર દ્વારા પાલિકા ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરાઈ.