સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શનાર્થીઓ માટે માંચી ખાતે વિશાળ LED સ્ક્રીન લાઇવ દર્શન માટે મૂકવામાં આવી

નવરાત્રિના પ્રથમ નોરતે પંચમહાલ જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે દર્શનાર્થીઓ માટે માંચી ખાતે વિશાળ LED સ્ક્રીન લાઇવ દર્શન માટે મૂકવામાં આવી હતી, ચાલુ વર્ષે મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા કોરોના સંક્રમણ ઘટાડવા મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યું છે, નવરાત્રિના પ્રથમ દિવસે પડોશી રાજ્ય મધ્યપ્રદેશ અને રાજસ્થાનના માઇભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટ્યા હતા.

આજથી સમગ્ર રાજ્ય સહિત દેશમાં આસો નવરાત્રીનો પ્રારંભ થયો છે, જેની કોરોના  મહામારી વચ્ચે સાવચેતીપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે ,ત્યારે નવરાત્રિના પ્રારભે જ રાજ્યમાં આવેલા શક્તિપીઠ પર મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે, ચાલુ વર્ષે કોરોના મહામારી વચ્ચે પંચમહાલ જિલ્લાનું સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલું મંદિર નવરાત્રી દરમ્યાન દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, નવરાત્રી દરમ્યાન પાવાગઢ ખાતે સમગ્ર ગુજરાત ઉપરાંત પડોશી રાજ્યના લોકો પણ લાખોની સંખ્યામાં આવતા હોય છે, ત્યારે આ સ્થિતિમાં કોરોના સંક્રમણ ટાળવા માટે મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, બીજી તરફ જાણકારીના અભાવે અજાણતા માં પાવાગઢ આવતા લોકો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા  વિશાળ એલઈડી સ્ક્રીન દ્વારા લાઈવ દર્શનની સુવિધા માંચી ખાતે કરવામાં આવી છે,તો મંદિર ટ્રસ્ટ દ્વારા માંચી ખાતે જ બંધ પેકેટમાં પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, પાવાગઢ ખાતે ઉમટેલા દર્શનાર્થીઓના સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે માટે વિશાળ પંડાલ બાંધીને રેલિંગો પણ ઊભી કરવામાં આવી છે, વહીવટી તંત્ર દ્વારા નવરાત્રિને લઇને પાવગઢથી માંચી સુધી ૨૦ જેટલી વધારાની બસો પણ દોડાવવામાં આવી રહી છે. 

પાવાગઢ ખાતે દર્શનર્થીઓ માટે કરવામાં આવેલી વ્યવસ્થાને લઈને પાવાગઢ ખાતે આવેલા મધ્યપ્રદેશ અને રાજસ્થાન દર્શનાર્થીઓ એ આવકારી હતી, હાલ પાવાગઢ માચી ખાતે એલ ઇ ડી સ્ક્રીન મારફતે માતાજીના ઓનલાઈન દર્શન ભક્તોને પ્રથમ વખત કરાવવામાં આવી રહ્યા છે.  હાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાવાગઢ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 1 એસપી , 2 ડી વાય એસ પી , 7 પી આઈ , 40 પીએસઆઈ, તેમજ 700 કોન્સ્ટેબલ આ બંદોબસ્તમાં જોડાયા છે.