કાલોલ,
કાલોલના ખરસાલીયા ખાતે આવેલ રેલ્વેના સ્લીપર બનાવતી સુબ્રમનીયમ કંપનીમાંં કામદારો જીવના જોખમે કામ ક રી રહ્યા છે. સુબ્રમનીયમ કંપની દ્વારા કામદારોની સુરક્ષા માટે કોઈપણ જાતની સેફટી સુવિધા આપવામાં આવતી નથી. જેના કારણે કોઈ મોટો અકસ્માત સર્જાય તે નકરી શકાય નહિ. ત્યારે સુબ્રમનીયમ કંપની કામદારો સાથે કોઈ હોનારત સર્જાય તેની રાહ જોઈ રહી છે. તેવા અનેક સવાલો કામદારોના મનમાં ઉઠી રહ્યા છે. તો બીજી તરફ સુબ્રમનીયમ કંપનીમાંં કામ કરતાં કામદારોની સુરક્ષા માટે હેલ્મેટ, બુટ, યુનિફોર્મ તેમજ અન્ય સુરક્ષા માટે તકેદારી રાખવામાં આવતી નથી. તે મોટો સવાલ છે કે, રેલ્વે સ્લીપર બનાવતી કંપનીમાં કામદારોની સેફટી અને સુરક્ષાના સાધનો કંપની દ્વારા બે વર્ષથી આપવામાં આવતાં નથી અને સુબ્રમનીયમ કંપનીઓ સુરક્ષાના સાધનો કામદારોને નહિ આપી કામદારોના હક મારી કંપનીએ પોતાનો ફાયદો કર્યો હોય તેવું લાગી રહ્યું છે.