ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે મીઠીખાન મહોલ્લા નજીકથી રહેણાંક મકાનમાં ગૌમાંસનું વેચાણ કરતી બે બહેનોને ઝડપી

ગોધરા,

ગોધરા શહેર ડિવિઝન પોલીસમથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં નીકળ્યો હતો. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, ગોધરા શહેરના મીઠીખાન મહોલ્લા વિસ્તારમાં ખંધુક સ્કૂલ સામે એક મહિલા પોતાના રહેણાંક મકાનમાં ગૌમાંસનો જથ્થો રાખીને વેચાણ કરે છે. જેના આધારે શહેર બી ડિવિઝન પોલીસે ગત 2 તારીખે સવારના સમયે છાપો માર્યો હતો. પોલીસે બાતમી મુજબના રહેણાંક મકાન માંથી 16 કિલોગ્રામ ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગૌમાંસનો જથ્થો કબજે લઈને પરીક્ષણ અર્થે મોકલ્યો હતો. જે ગૌમાંસ હોવાનું પુરવાર થયું હતું. જેને લઇને ગૌમાંસનું વેચાણ કરનાર બે મહિલાઓને ગૌમાંસનો જથ્થો વેચાણ માટે આપી જનાર તૈયબ અબ્દુલરહીમ ગીતેલી સામે પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.