એક બાળકદીઠ ૧૦૦ વૃક્ષો વાવવા માટે મુખ્યમંત્રીની ઘોષણા

ગંગટોક,

સિક્કિમના મુખ્ય પ્રધાન પ્રેમ સિંહ તમાંગે એક નવી પહેલ શરૂ કરી હતી. જે પહેલ હેઠળ હિમાલયના રાજ્યમાં પેદા થતા પ્રત્યેક બાળક માટે ૧૦૦ વૃક્ષો લગાવવામાં આવશે. અધિકારીઓએ કહ્યું હતું કે મેરો રુખ મેરો સંતતિ ( એક વૃક્ષ લગાવો, એક વિરાસત છોડો) નામની પહેલનો ઉદ્દેશ બાળકાના જન્મની યાદમાં વૃક્ષ લગાવીને માતાપિતા, બાળકો અને પ્રકૃત્તિની વચ્ચે સંબંધ મજબૂત કરવાનો છે.

તેમણે કહ્યું હતું કે બાળકોની સાથે-સાથે વૃક્ષોને વધતા જોવા એક નવજાત શિશુનું સ્વાગત કરવા માટે અને આ ધરતી પર તેમના આગમનનો જશ્ર્ન મનાવવા ટમે એક પ્રતીકાત્મક પ્રકાર હશે. દેશમાં આ પ્રકારની પહેલી ગ્રીન ઇન્નોવેટિવ પહેલ હશે. તેમણે આ કાર્યક્રમમાં કેટલાક નવજાત બાળકોનાં માતાપિતાઓને નવા છોડ પણ વિતરણ કર્યા હતા. વન વિભાગના સચિવ પ્રદીપકુમારે કહ્યું હતું કે આ પહેલથી પ્રકૃતિ પ્રત્યે લોકોનો દ્રષ્ટિકોણ બદલાશે અને બાળકોના જન્મની સાથે લગાવવામાં આવેલા છોડ પેઢીઓની વચ્ચે એક સેતુનું નિર્માણ કરશે. તમાંગે કહ્યું હતું કે સિક્કિમ સમાજનો પ્રાચીન કાળથી પ્રકૃતિ સાથે ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે. અમે સિક્કિમવાસીઓ પ્રકૃતિપ્રેમીઓ છે અને એને પવિત્ર માનીએ છીએ. આ પહેલનો ઉદ્દેશ પ્રકૃતિની સાથે અમારા સમાજને સદીઓ જૂના બંધનને મજબૂત કરવાનો છે, જ્યાં વૃક્ષ અને બાળકો- બંને સૂર્ય તરફ પહોંચવામાં સક્ષમ હોય, જે ઉજ્જવળ ભવિષ્ય માટે શક્તિ, આરોગ્ય અને ખુશીનાં વચન આપે છે, એમ તેમણે કહ્યું હતું.

મુખ્ય સચિવ વીબી પાઠકે કહ્યું હતું કે આ પહેલની સફળતા માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગોને નવજાત શિશુના માતાપિતાને સેવા પ્રદાન કરવા માટે એકજુટની જરૂર હશે. તેમણે કહ્યું હતું કે વોટ્સએપ, ઈમેઇલ અને વેબ પોર્ટલ જેવા ડિજિટલ પ્લેટફોર્મથી નવા માતાપિતાને જોડવા માટે સક્ષમ છે.