
નિમ્બહેરા (ચિત્તોડગઢ),
રાજસ્થાનમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે જ ખળભળાટ મચાવનારી ઘટના બની છે.રાજસ્થાનના ભાજપના પૂર્વ બૂથ પ્રમુખ બાપુલાલ અંજનાના ૨૮ વર્ષીય એકમાત્ર પુત્ર બંટી ઉર્ફે વિકાસ અંજનાની ધોળા દિવસે હત્યા કરવામાં આવી હતી. ગુરુવારે સાંજે લગભગ ૫ વાગ્યાની આસપાસ ૩ બદમાશોએ તેને ઘેરી લીધો અને તેની છાતીમાં ૮ ગોળીઓ ધરબી દીધી હતી. ફાયરિંગમાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટના રાજસ્થાનના ચિત્તોડગઢના નિમ્બહેરાની છે. કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
મળતી માહિતી મુજબ કેસુંદાનો રહેવાસી બંટીના મિત્ર લલિત પ્રજાપતની ૬ મહિનાની પુત્રીનું મૃત્યુ થયું હતું. બંટી તેના મિત્રો વિકાસ અને દેવેન્દ્ર સાથે લલિતના ઘરે શોક વ્યક્ત કરવા ગયો હતો. લલિતને મળ્યા બાદ ત્રણેય એક જ બાઇક પર પરત ફરી રહ્યા હતા.બંટી અંજના. ૨૮ વર્ષીય બંટીને એક પુત્રી પણ છે. ગુરુવારે સાંજે લગભગ ૫ વાગ્યાની આસપાસ બંટીની હત્યા કરી દેવામાં આવી હતી. સાંજે ૫ વાગ્યાના સુમારે રસ્તામાં નિમ્બાહેરા જેલની સામે એક બદમાશે બાઇક રોકી હતી. બાઇક રોક્તાની સાથે જ બદમાશે તેના ખિસ્સામાંથી પિસ્તોલ કાઢી હતી. પિસ્તોલ જોઈને વિકાસ અને દેવેન્દ્ર દોડીને એક ખૂણામાં છુપાઈ ગયા. બંટી બદમાશ સામે એકલો પડી ગયો. ત્યારે જ પાછળથી બે બદમાશો બાઇક પર આવ્યા હતા. તેઓએ બંટીને પકડીને કારની સામે પટકી દીધો અને ફાયરિંગ કર્યું હતું.
ચિત્તોડગઢની નિમ્બહેરા જેલની સામે બદમાશોએ બીજેપી નેતાના એકના એક પુત્ર બંટીની હત્યા કરી હતી. ફાયરિંગ બાદ બંટી લગભગ ૫ મિનિટ સુધી ત્યાં જ રસ્તા પર તડપી રહ્યો હતો.ત્રણ બદમાશોએ બંટી પર ૧૦ થી ૧૨ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. લગભગ ૮ ગોળીઓ બંટીને વાગી હતી. વીડિયોમાં ૩ બદમાશો ફાયરિંગ કર્યા બાદ ભાગતા જોવા મળી રહ્યા છે. ગોળીબાર બાદ બંટી ૫ મિનિટ સુધી રસ્તા પર જ તડપી રહ્યો હતો. આ પછી, બંટીના બંને મિત્રો પાછા આવ્યા અને સાયબર પોલીસની મદદથી તેને હોસ્પિટલ લઈ ગયા. ત્યાં સુધી મૃત્યુ થઈ ગયું હતું. જેલની નજીક લગાવેલા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જે સમયે આ ઘટના બની તે સમયે લોકો આવતા-જતા રહ્યા હતા.
એકમાત્ર પુત્રના મોતના સમાચાર મળતા જ ભાજપના નેતા બાપુલાલ અંજના હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમની સાથે પૂર્વ મંત્રી શ્રીચંદ ક્રિપલાણી, પૂર્વ ધારાસભ્ય અશોક નવલખા, ભાજપ શહેર બોર્ડના પ્રમુખ નીતિન ચતુર્વેદી પણ હતા. જ્યાં સુધી હત્યારાઓની ધરપકડ ન થાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈક્ધાર કર્યો હતો. હાલમાં ૧૦૦ થી ૧૫૦ સમર્થકો અને પરિવારના સભ્યો જિલ્લા હોસ્પિટલ, નિંભાહેરા બહાર બેઠા છે. બંટી એકમાત્ર પુત્ર હતો. તેની બહેન પરિણીત છે. પરિણીત બંટી પોતે
બંટીના સાથી દેવેન્દ્ર કુમાવતે કહ્યું- હું, બંટી અંજના અને વિકાસ નિમ્બહેડા ત્રણેય તેમના મિત્રના ઘરેથી પરત ફરી રહ્યા હતા. જેલ નજીક રસ્તા પર એક માણસે રોક્યા. અમે ત્રણેય ત્યાં જ અટકી ગયા. તે વ્યક્તિએ અમને પિસ્તોલ બતાવી. અમે બંને ત્યાંથી ભાગ્યા. પાછળથી વધુ બે લોકો આવ્યા. દરેકની ઉંમર ૨૫ થી ૩૦ વર્ષની હતી. બંટી ત્યાં એકલો પડી ગયો. ત્રણેયએ બંટી પર ફાયરિંગ કર્યું હતું. તે લોહીલુહાણ હાલતમાં પડી ગયો હતો. આ ઘટના બાદ ઘણા લોકો ભેગા થયા હતા. બંટી બોલી શક્તો નહોતો. અમે બધા તેને જિલ્લા હોસ્પિટલ, નિમ્બહેરા લઈ આવ્યા, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.નિમ્બહેરાના ડેપ્યુટી આશિષ કુમારે જણાવ્યું કે આરોપીને પકડવા માટે પોલીસની ટીમની રચના કરવામાં આવી છે. આસપાસની સરહદ પર નાકાબંધી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં અમે બદમાશોની ધરપકડ કરીશું.