દિલ્હી દારુ કૌભાંડમાં પહેલીવાર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નામ પણ જોડાયું છે.

  • એજન્સી દ્વારા દાખલ કરવામાં આવેલા કેસ બનાવટી છે. જેનો એક માત્ર ઉદ્દેશ્ય સરકારો પાડવાનો છે.: કેજરીવાલ

નવીદિલ્હી,

દિલ્હી દારુ કૌભાંડમાં પહેલીવાર અરવિંદ કેજરીવાલનું નામ પણ જોડાયું છે. ઈડીએ દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર દિલ્હી દારુ કૌભાંડના આરોપીઓ સાથે સાઠગાઠ હોવાનો આરોપ લગાવ્યો છએ. આ મામલે ઈડીએ ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા સાથે સાથે તેમના નજીકના ગણાતા વિજય નાયર પણ આરોપી છે. આ સામે અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે, એજન્સી દ્વારા દાખલ કરવામાં આવેલા કેસ બનાવટી છે. જેનો એક માત્ર ઉદ્દેશ્ય સરકારો પાડવાનો છે.

ઈડીએ દાવો કર્યો છે કે, કેજરીવાલ અને તેમની સરકારના અન્ય સભ્યો વિરુદ્ધ ચાર્જશીટ સિસોદિયાના સચિવ સી અરવિંદના રેકોર્ડ કરેલા નિવેદનોના આધારે દાખલ કરવામાં આવી છે. પીએમએલએ કોર્ટે ગુરુવારના રોજ ચાર્જશીટની નોંધ લીધી અને તમામ આરોપીઓ સામેઆરોપો ઘડવાની મંજૂરી આપી છે.વિજય નાયર, ઈન્ડોસ્પિરિટ્સના ચીફ સમીર મહેન્દ્રુ, અન્ય આરોપીઓ અને અનેક કંપનીઓ વિરુદ્ધચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.અહેવાલ અનુસાર, ઈડીએ ચાર્જશીટમાં દાવો કર્યો છે કે, તેમને દિલ્હીની નવી એક્સાઈઝ પોલિસીનો ફાયદો ઉઠાવીરહેલા લિકર કાર્ટેલ પાસેથી ૧૦૦ કરોડ રૂપિયાની કથિત લાંચની જાણકારી મળી છે. આ લાંચના પૈસાનો ઉપયોગ આપ નેતાઓએ કર્યો હતો.

આ દારૂ કૌભાંડનો માસ્ટર માઈન્ડ દિલ્હી સરકારનો એક મંત્રી હતો. એજન્સીએ જણાવ્યું હતું કે, કેટલીક ગતિવિધિઓની મદદથી રોકડનોએક ભાગ શોધી કાઢવામાં આવ્યો છે.ઈડીએ જણાવ્યું છે કે દિલ્હી દારૂ કૌભાંડમાં મળેલા ૧૦૦ કરોડ રૂપિયા આપ દ્વારા ગોવાની ચૂંટણીમાં વાપરવામાં આવ્યા હતા. આદાવો ઈડી દ્વારા દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા આરોપી છે, તે કેસમાં તેની બીજી ચાર્જશીટમાં કરવામાં આવ્યો છે.અહેવાલમાં જણાવાયું છે કે, ઈડીએ સ્પેશિયલ કોર્ટમાં આરોપીઓ અને તેમના સહયોગીઓ દ્વારા મોટા પાયે પુરાવાનોનાશ કરવાનો પણ આક્ષેપ કર્યો છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે, સિસોદિયાએ ડઝનેક વખત પોતાના ફોન બદલ્યા અને અન્યના નામ પરલીધેલા સિમ કાર્ડનો ઉપયોગ કર્યો હતો.ઈડીએ જણાવ્યું છે કે, તેમના રેકોર્ડ કરેલા નિવેદનમાં, ડેનિક્સ ઓફિસર અરવિંદે જણાવ્યું છે કે, તેમને તેમના બોસ સિસોદિયા દ્વારાકેજરીવાલના નિવાસસ્થાને બોલાવવામાં આવ્યા હતા, જ્યાં તેમને એક મીટિંગમાં એક્સાઇઝ પોલિસી પરના મંત્રીઓના અહેવાલનો ડ્રાટસોંપવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, આ બેઠકમાં દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન પણ હાજર હતા. ઉલ્લેખનીય છે કે, સત્યેન્દ્ર જૈનહાલ મની લોન્ડરિંગ કેસમાં જેલમાં છે.