યુદ્ધની સરખામણી વર્લ્ડ વોર-૨ સાથે કરી, પુતિને કહ્યું- આધુનિક યુદ્ધ રશિયાથી સંપૂર્ણપણે અલગ હશે

મોસ્કો,

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે કહ્યું છે કે રશિયાને ધમકી આપનાર કોઈપણ દેશ સામે કડક પગલાં લેવા જોઈએ. ઉપરાંત તેમણે યુક્રેનને ટેક્ધ આપવાના જર્મનીના વચન પર પણ નારાજગી વ્યક્ત કરી હતી.

પુતિને કહ્યું- અમને ફરીથી જર્મન લેપર્ડ ટેક્ધથી ખતરો છે, પરંતુ રશિયા સાથેનું આ આધુનિક યુદ્ધ સંપૂર્ણપણે અલગ હશે. તેમણે આ વાત સ્ટાલિનગ્રેડમાં ૮૦ વર્ષ પહેલા નાઝી સૈનિકો સામે રેડ આર્મીની જીતની ઉજવણી કરવા માટેના એક યોજાયેલા સમારોહમાં જણાવી હતી.

પુતિને કહ્યું- અમે પશ્ર્ચિમી દેશોની સરહદો પર ટેક્ધ મોકલી રહ્યા નથી, પરંતુ અમે તેમને જવાબ આપી શકીએ છીએ અને આ માત્ર બખ્તરબંધ વાહનોના ઉપયોગ સુધી મર્યાદિત રહેશે નહીં. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં યુક્રેન સામે યુદ્ધ શરૂ થયું ત્યારથી પુતિને વારંવાર ધમકી આપી છે કે જો સંઘર્ષ વધશે તો તેઓ પશ્ર્ચિમના દેશો સામે પણ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે.

આ પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિનિર ઝેલેન્સકીએ આશંકા વ્યક્ત કરી હતી કે રશિયા વધુ હુમલા કરવા માટે સેનાને તૈયાર કરી રહ્યું છે. આ દરમિયાન તેમની સાથે ઈેંના ચીફ ઉર્સુલા વોન ડેર લેયન પણ હાજર હતા. લેયને કહ્યું કે ૨૪ ફેબ્રુઆરીએ બંને દેશો વચ્ચેની યુદ્ધને ૧ વર્ષ થશે. જેને યાનમાં લેતા ઈેં ટૂંક સમયમાં રશિયા પર નવા પ્રતિબંધો લાદવાની તૈયારી કરી રહ્યું છે.

લેયનના જણાવ્યા પ્રમાણે આ પ્રતિંબંધોથી રશિયાની અર્થવ્યવસ્થાને નુકશાન થઈ રહ્યું છે. જેથી રશિયા એક જનરેશન પાછળ ચાલ્યું જશે. આ મહીને અમેરિકા અને જર્મનીએ યુક્રેનને આધુનિક ટેક્ધ આપવાનું વચન આપ્યું છે. ત્યારબાદ યુક્રેને લાંબા અંતરની મિસાઈલો અને ફાઈટર જેટની માંગ કરી છે.

યુક્રેનના ડિફેન્સ મિનિસ્ટર ઓલેક્સી રેજનિકોવે દાવો કર્યો છે કે ૨૪ ફેબ્રુઆરીએ યુદ્ધને એક વર્ષ પુરુ થવા પર રશિયા મોટો હુમલો કરવાનો પ્લાન ઘડી રહ્યું છે. આ માટે લાકો સૈનિકોને એકત્રિત કરવામાં આવી રહ્યા છે. રેજનિકોવે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું છે કે હુમલામે માજ્ઞ ટેક્ધ, ફાઈટર જેટ અને મિસાઈલ દ્વારા જ રોકી શકાશે.