દાહોદ,
દાહોદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં કોરોનાની રાહત મળી રહી છે. ત્યારે બીજી તરફ શિુયાળાની ઠંડી ઋતુમાં અવાર નવાર વાતાવરણમાં પલ્ટો આવતાં ઉઘરસ, શરદી, તાવ જેવી સીઝનલ બીમારીઓએ પણ માઝા મૂકી છે. જેને કારણે શહેરના નાના મોટા દવાખાનાઓ તથા સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. તેવા સમયે દાહોદ નગરપાલિકાના સંલગ્ન વિભાગની બેદરકારીને કારણે હેમંત બજાર અને ઝાયડસ હોસ્પિટલની વચ્ચેના ખાલી પ્લોટમાં ખડકાાયેલા દુર્ગધ મારતા કચરાના ઢગ રોગચાળાને વધુ વકરવામાં મદદરૂપ થતાં હોય તેમ લાગી રહ્યું છે. આ રસ્તે ઝાયડસ હોસ્પિટલમાં દવા સારવાર માટે જતા દર્દીઓને તેમજ પસાર થતાં વટેમાર્ગુઓને અસહ્ય દુર્ગધ થી બચવા નાકે રૂમાલ દબાવવા મજબુર થવું પડે છે. દાહોદમાં હાલ ઉઘરસ, શરદી, તાવ જેવા રોગોની સાથે સાથે ટાઈફોઈડ તેમજ મલેરિયા જેવા રોગો એ પણ માથુ ઉચક્યું છે. જેના કારણે શહેરની ડિસ્પેન્સરીઓથી માંડી દવાખાનાઓ તેમજ સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. આવલા સમયે શહેરમાં કેટલીક જગ્યાએ દાહોદ નગરપાલિકાના સંલગ્ન વિભાગની બેદરકારીને કારણે દુર્ગધ મારતા કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. દાહોદ શહેરના યાદગાર ચોકથી ઝાયડસ હોસ્પિટલ જવાના રોડ પર ઝાયડસ હોસ્પિટલ અને હેમંત બજારની વચ્ચે આવેલ ખાલી પ્લોટમાં છેલ્લા કેટલાક દિવસથી દુર્ગધ મારતા કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. જે રોગચાળાને નોતરવામાં મદદરૂપ થઈ રહ્યા છે. આ રસ્તાનો ઉપયોગ મોટાભાગે ઝાયડસ હોસ્પિટલમાં દવા સારવાર માટે આવતા જતા ગામના તેમજ બહાર ગામના લોકો જ કરે છે. જેથી આ રસ્તો તો સ્વચ્છ અને કચરા સહિત હોવો જરૂરી છે કે પરંતુ દુરભાગ્યે સંલગ્ન વિભાગના અધિકારી-કર્મચારીઓની બેદરકારીને કારણે કચરાના આ ઢગ ખડકાયેલા જોવા મળી રહ્યા છે.