મહિસાગર,
મહિસાગર જિલ્લાના પ્રજાજનોના પડતર પ્રશ્ર્નોના નિકાલ માટે મુખ્યમંત્રી ધ્વારા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં વ્યક્તિગત પ્રશ્ર્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિ વિષયક તથા સેવા વિષયક સિવાયના કાર્યોનો નિકાલ સંબંધિત કચેરીમાં ન થતો હોય તેવા કાર્યોના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
જિલ્લાના તમામ તાલુકા માટે જાન્યુઆરી-2023 નો તાલુકા સ્વાગત કાર્યક્રમ તા.22/02/2023 બુધવારના રોજ સવારે 11:00 કલાકે તથા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.23/02/2023ને ગુરૂવારના રોજ સવારે 11:00 કલાકે યોજવાનો હોય માહે જાન્યુઆરી -2023 માં જિલ્લા અને તાલુકાઓમાં વર્ગ -1 કક્ષાના અધિકારીઓ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી લોકોના પ્રશ્ર્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે,
ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્ર્નો/રજુઆત અંગેની અરજી “મારી અરજી તાલુકા સ્વાગતમાં લેવી” તેવા મથાળા હેઠળ સંબંધિત ગામનાં તલાટી/મંત્રીને સંબોધીને 1 થી 10 તારીખ સુધીમાં આપવાની રહેશે. તા.10/02/2023 સુધીમાં મળેલ અરજીને તાલુકા સ્વાગત કાર્યક્રમાં સમાવવામાં આવશે.
જિલ્લા અને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારએ પોતાના વ્યક્તિગત/અંગત પ્રશ્ર્ન ટાઇપ કરેલી અરજી ફોન નંબર તથા સંપૂર્ણ સરનામાં સાથેની એક અરજીમાં એક જ પ્રશ્ર્ન સંબંધિત અમલીકરણ અધિકારીની કચેરીને કરેલી અરજીની નકલ સાથે સંબંધિત કચેરીને મોકલી આપવાની રહેશે. તેમ નિવાસી અધિક કલેકટર મહિસાગર-લુણાવાડાની અખબારી યાદીમા જણાવેલ છે.