મુંબઇ,
બજેટ પછી આજે, એટલે કે ગુરુવારે ગોલ્ડ ૭૦૦ રૂપિયાની તેજી સાથે ઓલટાઇમ હાઈ પહોંચી ગયું છે. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનની વેબસાઇટના જણાવ્યા પ્રમાણે, સોનું ૭૭૯ રૂપિયાની તેજી પછી ૫૮, ૬૮૯ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર છે. આની પહેલાં ગઈકાલે બુધવારે સોનું ૫૭, ૯૧૦ રૂપિયા પર બંધ થયું હતું.
બીજી બાજુ, ચાંદીની વાત કરીએ તો આની કિંમતમાં આજે પણ તેજી જોવા મળી હતી. બુલિયન બજારમાં એ ૧,૮૦૫ રૂપિયા મોંઘી થઈને ૭૧, ૨૫૦ રૂપિયા પ્રતિ કિગ્રા પર પહોંચી ગઈ છે. ૧ ફેબ્રુઆરીએ આ ૬૯, ૪૪૫ રૂપિયા પર હતી.
નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે બજેટમાં સોના અને ઇમિટેશન જ્વેલેરી પર કસ્ટમ ડ્યૂટી ૨૦%થી વધારીને ૨૫% અને ચાંદી પર ૭.૫%થી વધારીને ૧૫% કરવાની જાહેરાત કરી હતી. આના પછી જ ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવ વધવા લાગ્યા છે.
કેડિયા એડવાઇઝરીના ડાયરેક્ટર અજય કેડિયાના જણાવ્યા મુજબ કેન્દ્રીય બેંકોની તરફ સોનાની ખરીદી વધવી એ સકારાત્મક સંકેત છે. આનાથી સોનાની કિંમતને સપોર્ટ મળશે. અજય કેડિયાએ કહ્યું હતું કે ૨૦૨૩માં સોનું ૬૪,૦૦૦ રૂપિયા સુધી પહોંચી શકે છે.આજથી એક વર્ષ પહેલા એટલે કે ૧ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ સોનુંનો ભાવ ૪૮ હજાર ૮ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતો. જે હવે ૫૮ હજાર, ૬૮૯ રૂપિયા પર પહોંચી ગયો છે. એટલે કે ૧ વર્ષમાં આની કિંમતમાં ૧૦,૬૮૧ રૂપિયા (૨૦%)ની તેજી આવી છે.