મુંબઇ,
ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર ઈજાઓના કારણે છેલ્લા ૧૭ મહીનાથી ક્રિકેટથી દુર હતો. ગયા મહીને જ તે મેદાન પર પાછો ફર્યો હતો. ગત વર્ષના માર્ચ મહિના બાદ તે ઈંગ્લેન્ડ માટે પહેલો મેચ રમ્યો હતો. તે મેચમાં સાઉથ આફ્રિકા સામે ખૂબ પીટાઈ ગયો હતો. સીરીઝના ત્રીજા મેચમાં જોફ્રા આર્ચરે બતાવી દીધુ કે કેમ ભલભલા બેટ્સમેનો તેના નામથી જ ધ્રુજી ઉઠે છે.
જોફ્રાએ સાઉથ આફ્રિકાની સામે વનડે સીરીઝના ત્રીજા અને છેલ્લી મેચમાં ૯.૧ ઓવરમાં ફક્ત ૪૦ રન આપીને ૬ વિકેટ ઝડપી હતી. જોફ્રા આર્ચરનું આ વનડે મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન હતું. તેણે વનડેમાં પહેલીવાર ૫ વિકેટથી ઝડપી હતી. આ સાથે જ તેણે પાકિસ્તાનના બોલર વસીમ અક્રમનો પણ રેકોર્ડ તોડી નાખ્યો હતો. સાઉથ આફ્રિકામાં કોઈપણ વિદેશી બોલર દ્વારા ૪૦ રન આપીને ૬ વિકેટનો લેવાનું બેસ્ટ પ્રદર્શન છે.
ઈંગ્લેન્ડે ૭ વિકેટ ગુમાવીને ૩૪૬ રન બનાવ્યા હતા. આના જવાબમાં આફ્રિકાની શરુઆત સારી રહી હતી પણ એક પછી એક વિકેટ પડી ગઈ હતી. હેનરિચે ૮૦ રન ફટકાર્યા હતા પણ જોફ્રા આર્ચરે તેની આશા પર પાણી ફેરવી દીધુ હતું અને જીતની ઉમ્મીદને ખતમ કરી હતી. સાઉથ આફ્રિકા ૨૮૭ રનમાં ઓલઆઉટ થઈ ગયુ હતું અને ઈંગ્લેન્ડે આ મેચ ૫૯ રનથી જીત્યો હતો. જો કે સાઉથ આફ્રિકાએ આ સિરિઝ ૨-૧થી પોતાના નામે કરી લીધી હતી.