સૂર્યકુમાર ટી૨૦માં નંબર-૧ બેટર, રેટિંગ પોઈન્ટમાં બનાવ્યો રેકોર્ડ

નવીદિલ્હી,

ભારતના સ્ટાર ક્રિકેટર સૂર્યકુમાર યાદવે આઇસીસીની ટી-૨૦ રેન્કમાં પહેલા નંબરે પહોંચ્યો છે. ઝારખંડના રાંચીમાં ન્યૂઝીલેન્ડ સામે રમાયેલ ટી-૨૦ મેચમાં તેને ૪૭ રન ફટકાર્યા. જેના કારણે સૂર્યકુમાર યાદવનો રેક્ધ ૯૧૦ સુધી પહોંચ્યો. પણ સિરીઝની બીજી મેચમાં માત્ર ૨૬ રન બનાવ્યા બાદ પણ તેના રેન્કમાં ૯૦૮નો ઘટાડો થયો.

સૂર્યકુમાર યાદવે ટી-૨૦ આંતરરાષ્ટ્રીય બેસ્ટમેનની રેન્કિંગમાં ઈંગ્લેન્ડના સ્ટાર ડેવિડ મલાનના રેકોર્ડની નજીક પહોંચ્યો. ડેવિડ મલાને વર્ષ ૨૦૨૦માં આફ્રિકના કેપટાઉનમાં ૯૧૫ સુધીનો અંક મેળવ્યો હતો. સૂર્યકુમાર યાદવ ઓલટાઉમ ગ્રેટ રેન્કમાં બીજા સ્થાન પર પહોંચ્યો છે.

વર્ષ ૨૦૨૨માં સૂર્યકુમાર યાદવે T20   વર્લ્ડ કપમાં છ મેચમાં ૨૩૯ રન બનાવીને ટી-૨૦ રેન્કિંગમાં ટોપ પર પહોંચી ગયો હતો. ત્યાર બાદ તેને ગયા મહિને આઇસીસી વર્ષના સર્વશ્રેષ્ઠ ટી ૨૦ ક્રિકેટર તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો. સૂર્યકુમાર સિવાય અન્ય કોઈ ભારતીય બેટ્સમેન કે બોલર ટોપ ૧૦માં નથી સામેલ. ઓલરાઉન્ડરોની લીસ્ટમાં હાર્દિક પંડ્યા ત્રીજા સ્થાન પર છે. જ્યારે ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાઝ વન-ડે બોલરોની યાદીમાં ટોચ પર છે. બેટ્સમેનોની યાદીમાં શુભમન ગિલ છઠ્ઠા, વિરાટ કોહલી સાતમા અને રોહિત શર્મા નવમા સ્થાને છે.