
ઇસ્લામાબાદ,
પાકિસ્તાનના કબ્જાવાળા કશ્મીર ગલગિત-બાલ્ટિસ્તાનમાં લોકો પોતાની દૈનિક જરુરિયાતની વસ્તુની માગને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં ઝડપથી ઘટી રહેલી નોકરીઓ અને બેરોજગારીને લઈને લોકોમાં નારાજગીમાં છે. પીઓકેમાં આ નારાજગી ત્યારે વધી, જ્યારે આ વિરોધ પ્રદર્શનની વચ્ચે પીઓકેના રાષ્ટ્રપતિ બૈરિસ્ટર સુલ્તાન મહમૂદ ચૌધરી બે અઠવાડીયાની વિદેશ યાત્રા પર જતા રહ્યા.

પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર, ગિલગિત-બાલ્ટિસ્તાનમાં લોકો ઘઉંનો લોટ, દાળ અને વીજળીની સપ્લાઈ જેવી માગને લઈને રસ્તા પર ઉતરી વિરોધ કરી રહ્યા છે. અંગ્રેજી અખબર દ ટાઈમ્સ ઓફ ઈઝરાયલના જણાવ્યા અનુસાર, પીઓકેના લોકો ઝડપથી વધતી મોંઘવારી અને બેરોજગારી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ વિરોધ પ્રદેશ એવા સમયે થઈ રહ્યું છે, જ્યારે પાકિસ્તાનમાં પણ આર્થિક સંકટ ઘેરાયેલું છે. પુર અને દેશના ખાદ્ય સંકટથી પ્રભાવિત પીઓકેના નાગરિક લાંબા સમયથી તમામ સ્તર પર નેતૃત્વની નિષ્ફળતા વેઠી રહ્યા છે.