સુપ્રીમ કૉલેજિયમે ગુજરાત, ઇલાહબાદ હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશોની હાઇકોર્ટમાં નિમણૂંક કરવાની ભલામણ કરી

અમદાવાદ,

સીજેઆઇ નેતૃત્વમાં સુપ્રિમ કોર્ટ કૉલેજિયમે મંગળવારે કેન્દ્ર સરકારને ઇલાહબાદ હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશ રાજેન્દ્ર બિંદલ અને ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશ અરવિંદ કુમારને ઉચ્ચ અદાલતના ન્યાયધીશના રૂપમાં નિમણૂક માટે ભલામણ કરી છે. સુપ્રિમ કોર્ટની બેવસાઇટ પર પ્રપોજલને અપલોડ કરવામાં આવ્યા છે.

જેમા ભારતના મુખ્ય ન્યાયધીશ ડી વાય ચંદ્રચૂડના નેતૃત્વમાં કૉલેજિયમના તમામ છ સભ્યો ન્યાયમૂત બિંદલના નામની ભલાણ કરવામાં એક મત હતા. સુપ્રીમમાં કહેવામાં આવ્યુ છે કે, ઇલાહબાદ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ રાજેશ બિંદલની નિયુક્તિના સંબંધમાં કોલેજિયમ એક મત છે. જો કે, ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયધીશ ન્યાયમૂર્તિ અરવિંદ કુમારની નિયુક્તિના સંબંધમાં ગુજરાતના ન્યાયમૂર્તિ એણ.જોસેફે આ આધર પર પોતાની આપતિ વ્યક્તિ કરી હતી. તેમના નામ પર બાદમાં વિચારી શકાય છે.