
મુંબઇ,
માઈકલ જેક્સનની બાયોપિકમા ભત્રીજો જાફર જ કાકાની ભૂમિકા ભજવવાનો છે. ફિલ્મ સર્જક ગ્રાહમ કિંગે આ ઘોષણા કરી હતી. ગ્રાહમ કિંગે જણાવ્યું હતું કે પોતાની મુલાકાત બે વર્ષ અગાઉ જાફર સાથે થઈ હતી. જાફરના વ્યક્તિત્વમાં જે રીતે માઈકલની પ્રતીતિ થાય છે તે જોતાં મને લાગ્યું કે કિંગ ઓફ પોપની ભૂમિકાને તે જ સૌથી યોગ્ય રીતે ન્યાય આપી શકશે. જાફરે પણ પોતાને આ તક આપવા બદલ સર્જકોનો આભાર માન્યો છે.
માઈકલ જેક્સનની બાયોપિક અત્યારથી જ ચર્ચામાં છે. સર્જકોનો દાવો છે કે તેઓ માઈકલ જેક્સનની કિંગ ઓફ પોપ બનવા સુધીની સફર તથા તેની જિંદગીનાં તમામ પાસાં આ ફિલ્મમાં આવરી લેવાશે.
જોકે, માઈકલ જેક્સન સામે બાળકોનાં જાતીય શોષણના આરોપો થયા હતા કે તેના દ્વારા ડ્રગ્સના ઓવરડોઝની ચર્ચાઓ થઈ હતી તે બધું ફિલ્મમાં હશે કે કેમ તે અંગે અટકળો સેવાય છે.