
બાલાસીનોર,
બાલાસિનોર તાલુકાના જેઠોલી ગ્રામ પંચાયતમાં આવેલ વાવલી ગામે તળાવ ઓવરફલો થવાને લીધે ખેડૂતોના સર્વે નંબરમાં રહેલા ખેતરો ડુબાણમાં ગયેલા છે. તેને લઈને ખેડૂતો દ્વારા થતા ગ્રામપંચાયત દ્વારા અવારનવાર નાની સિંચાઇ ખાતા લાગતાં વળગતા ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવા છતાં અધિકારીઓનીઆંખ ખુલતી નથી. છેલ્લા કેટલાય સમયથી ખેડૂતોની માંગણી છે કે, ડુબાણ વાડી જમીનનું વળતર ચૂકવવા અથવા તળાવ ખાલી કરવાની માગણી જેના લીધે ખેડૂતો પરેશાન થઈ ગયા છે. ખેડૂતો તાત્કાલિક ધોરણે તળાવનું પાણી ખાલી કરવાની તેમજ અત્યાર સુધીના નુકશાનના વળતરની માંગ કરી રહ્યા છે. આ બાબતે નાની સિંચાઇના અધિકારીઓની આંખ ક્યારે ખૂલે તે જોવું રહ્યું.