ગોધરા,
ગોધરા તાલુકા પંચાયત કચેરીની જુની બિલ્ડીંંગમાં જમીન તથા રૂમ ભાડેથી 500/-માલિકની લીધેલ હોય અને ધી દયાલ આદિવાસી સાર્વજનિક સ્વસહાય જુથ થી ઝેરોક્ષ મશીન રાખી ઝેરોક્ષની કામગીરી કરતાં હોય આ જમીનની તાલુકા પંચાયતને જરૂર પડતા ઠરાવ કરી ખાલી કરાવવા જણાવતા હતા. ખાલી નહિ કરી ગેરકાયદેસર કબ્જો કરી ગુન્હો કરતાં ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકા પંચાયત કચેરીની રેવન્યુ સર્વે નં.312/6 અ પૈકી 2 ની જમીનમાં ધી દયાલ આદિવાસી સાર્વજનિક સ્વસહાય બચત ધિરાણ જુથના ઈદરીશ ઈબ્રાહીમ મન્સુરી, વાધજીભાઈ માનાભાઈ મછાર દ્વારા રૂમ ભાડેથી લીધેલ હતી. જેનું માસિક ભાડું 500/-રૂપીયા ચુકવતા હતા અને ઝેરોક્ષ મશીન મુકીને ઝેરોક્ષની કામગીરી કરતા હતા. આ જમીનની તાલુકા પંચાયત કચેરીને જરૂર પડતા નોટીસ આપી તેમજ ઠરાવ કરીને ખાલી કરવા જણાવતા ખાલી નહિ કરી અને જમીન બિનઅધિકૃત રીતે ગેરકાયદેસર કબ્જો કરી નોટીસ અને હુકમના આધારે ખાલી નહિ કરી ગુન્હો કરતા આ બાબતે આરોપીઓ ઈદરીશ ઈબ્રાહીમ મન્સુરી, વાધજીભાઈ માનાભાઈ મછાર વિરૂદ્ધ ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.