જોશીમઠમાં મકાનોમાં તિરાડો બાદ હવે જમીનમાં તિરાડો પડી રહી છે.

જોશીમઠ,

જોશીમઠમાં જમીન ધસી પડવાની ઘટના અટકવાનું નામ લઇ રહી છે પહેલા નગરમાં ભારે જમીન ધસી પડી અને ત્યારબાદ મારવાડી પુલની પાસે માર્ગ ધસવા સહિત અલકનંદા નદીના કટાવની સાથે જમીન ધસવાને કારણે લોકોની ઉંધ હરામ થઇ ગઇ છે.આ સાથે જ રવિગ્રામ વોર્ડમાં બનેલ ઉડા ખાડાએ લોકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે.રવિગ્રામ વોર્ડમાં એક મોટો ખાડો પડી ગયો છે જેની ઉડાઇનું અનુમાન લગાવવું મુશ્કેલ છે.

જોશીમઠમાં હાલ તિરાડોવાળા ભવનોની સંખ્યા ૮૬૩ છે તેમાંથી ૧૮૧ ભવન અસુરક્ષિુત ક્ષ્ત્રમાં આવેલ છે.જે પી પરિસર જોશીમઠમાં પાણીના રિસાવ ૫૪૦ એલપીએમથી ઘટી વર્તમાનમાં ૧૭૦ એલપીએમ થઇ ગયું છે.જોશીમઠમાં લોક નિર્માણ વિભાગના નીરીક્ષણ ભવને વસ્ત કરવામાં આવ્યા છે જયારે મલારી ઇન અને માઉટ વ્યુના વસ્તીકરણનું કાર્ય અંતિમ તબક્કામાં છે.

જીલ્લા આપદા પ્રબંધન પ્રાધિકરણ ચમોલીએ જણાવ્યું હતું કે અહીં અત્યાર સુધી ૨૪૮ પરિવારોના ૯૦ સભ્યોને વિવિધ સુરક્ષિત સ્થાનો પર અસ્થાયી રીતે વિસ્થાપિત કરવામાં આવ્યા છે જયારે ૪૧ પરિવારોના ૭૧ સભ્ય પોતાના સંબંધીને ત્યાં અથવા ભાડાના મકાનો પર રહેવા ચાલ્યા ગયા છે.જીલ્લા પ્રશાસને જોશીમઠ ક્ષેત્રના અંતર્ગત નિવાસ કરવાને યોગ્ય અસ્થાયી રાહત શિબિરોના રૂપમાં ૯૧ સ્થાનોમાં ૬૬૧ કક્ષાને પસંદ કરી લેવામાં આવી છે.જેમાં ૨૯૫૭ વ્યક્તિઓને રાખી શકાય છે.