જમ્મુકાશ્મીર: અવંતીપોરામાં આતંકીઓના અડ્ડાનો પર્દાફાશ: ચારની ધરપકડ

જમ્મુ,

જમ્મુકાશ્મીરના અવંતીપોરામાં સુરક્ષાબળોએ લશ્કર-એ-તૈયબાના આતંકી ઠેકાણાનો પર્દાફાશ કર્યો છે. અવંતીપોરાના હાકૂ નવી પોરા જંગલોની પાસેથી સુરક્ષા બળોએ લશ્કર સાથે સંકળાયેલ ચાર આતંકવાદીઓનું ધરપકડ કરવામાં આવી છે.સુરક્ષા એજન્સીઓને આતંકીઓના ઠેકાણા પરથી કેટલીક શંકાસ્પદ સામગ્રી પણ મળી આવી છે.હાલ આ મામલે તપાસ કરાય રહી છે.કાશ્મીર મેન પોલીસે ટિવટ કરી આ વાતની માહિતી આપી છે.

ખાસ સુચનાના આધારે પોલીસે સેના અને સીઆરપીએફની સાથે હાફૂ નગીન પુરાના જંગલોમાં એક ઘેરાબંધી કરી હતી. અને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું.શંકાસ્પદ વસ્તુઓ પણ મળી આવી આ તમામ સામગ્રી હથિયારો પોલીસો કઈ જે કર્યો છે. ચાર આતંકવાદીઓની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે.