મુંબઈ-અમદાવાદ હાઈવે પર કાર-બસ અકસ્માતમાં ચારનાં મરણ

મુંબઇ,

મુંબઈ: અહીંથી નજીકના પાલઘર જિલ્લાના ચારોટી વિસ્તારમાં મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર એક કાર એક લક્ઝરી બસ સાથે અથડાતાં એક મહિલા સહિત ચાર જણનાં મરણ થયા છે. આ ગમખ્વાર અકસ્માત આજે વહેલી સવારે થયો હતો.ગુજરાતમાં રજિસ્ટર્ડ થયેલી કારનો ડ્રાઈવર ચારોટી વિસ્તાર નજીક સ્ટિયરિંગ પરનો કાબૂ ખોઈ બેસતાં કાર બસ સાથે અથડાઈ પડી હતી.અકસ્માત આજે વહેલી સવારે લગભગ ૩.૩૦ વાગ્યે મુંબઈથી ઉત્તર દિશામાં ૧૪૦ કિ.મી. દૂર આવેલા દહાણુ નજીક થયો હતો.

પોલીસો તથા બચાવ કામદારો જાણ થતાવેંત અકસ્માત સ્થળે દોડી ગયા હતા. મૃતકોની ઓળખ કરાઈ રહી છે. તેમજ અકસ્માતના કારણની પણ તપાસ કરાઈ રહી છે.