હૈદરાબાદમાં મેઘતાંડવ, ૧૧ લોકોનાં મોત, નીંચાણવાળા વિસ્તારો થયા જળમગ્ન

હૈદરાબાદના અનેક વિસ્તારોમાં સતત વરસાદને કારણ અત્યાર સુધી ૧૧ લોકોનાં મોત નિપજ્યા છે. તેમાં ૯ લોકોનાં મોત બદલાગુડાના મોહમ્મદિયા હિલ્સમાં દિવાલ પડવાને કારણે થયા છે. રસ્તાઓ પર પાણી ભરા ગયા છે અને નીંચાણવાળા વિસ્તારો સમગ્ર રીતે જળમગ્ન થઈ ગયા છે. વરસાદે રાજ્ય સરકારના તમામ દાવાઓની પોલ ખોલી દીધી છે. હૈદરાબાદ લોકસભા સીટથી સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહૃાું કે, ભારે વરસાદને કારણે બંદલાગુડાના મોહમ્મદિયા હિલ્સમાં દિવાલ પડવાને કારણે ૯ લોકોનાં મોત નિપજ્યા છે. તેઓએ કહૃાું કે, બાઉન્ડ્રી વોલ પડતાં ૯ લોકોનાં મોત નિપજ્યા તો ૨ લોકોને ઈજા પહોંચી છે. ઘટનાસ્થળના નિરીક્ષણ બાદ મેં શાહાબાદમાં ફસાયેલાં બસ યાત્રીઓને લિટ આપી હતી.

એક અલગ ઘટનામાં, એક ૪૦ વર્ષીય મહિલા અને તેની ૧૫ વર્ષીય પુત્રીનું મોત થયું છે. ભારે વરસાદને કારણે ઈબ્રાહિમપટનમ વિસ્તારમાં ઘરની છત તૂટી પડતાં બંનેનાં મોત નિપજ્યા હતા. તેલંગાણાના અનેક વિસ્તારોમાં મંગળવારથી જ ભારે વરસાદ વરસી રહૃાો છે. આ કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. હૈદરાબાદના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. ભારે વરસાદથી હૈદરાબાદનું જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. અટ્ટાપુર મેન રોડ, મુશીરાબાદ, ટોલી ચોકી અને દમ્મીગુડા સહિત અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા. રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં લોકોને ઘરોમાં કેદ થવાનો વારો આવ્યો હતો.

ટ્રાન્સપોર્ટ સેવા ઠપ થઈ ગઈ છે. નીંચાણવાળા વિસ્તારોમાં ઘરોની અંદર પાણી ઘૂસી ગયા હતા. એસડીઆરએફની ટીમ રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગેલી છે. તેલંગાણાના મુખ્ય સચિવ સોમેશ કુમારે કહૃાું કે, હૈદરાબાદમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૦ સેમી વરસાદ થયો છે. એલબી નગરમાં ૨૪ કલાકમાં ૨૫ સેમી વરસાદ થયો છે. હૈદૃરાબાદ સહિત અન્ય શહેરોમાં વરસાદ બાદ પરિસ્થિતિ પર સીએમ ચંદ્રશેખ રાવે રિપોર્ટ માગ્યો છે. આ સાથે જ તમામ જિલ્લા પ્રશાસનને સતર્ક રહેવા માટે પણ કહૃાું છે.

તેલંગાણાના મુખ્ય સચિવ સોમોશ કુમારે તમામ જિલ્લા પ્રશાસનને એલર્ટ પર રહેવાનો આદેશ આપ્યો છે. તેમણે તમામ કલેક્ટર, પોલીસ કમિશ્ર્નર, એસપીને એલર્ટ પર રહેવા માટે કહૃાું છે. મંગળવારે રાતે તેમણે અધિકારીઓને કહૃાું- મુખ્યમંત્રીએ રાજ્યની સ્થિતિ વિશે માહિતી લીધી છે. તેમણે જિલ્લા પ્રશાસનને અલર્ટ રહેવાનો ઓર્ડર આપ્યો છે. રાજ્યમાં ભારે વરસાદ થઈ રહૃાો છે. ઘણી અપ્રિય ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે. હું અને ડીજીપી હૈદરાબાદના સીનિયર અધિકારીઓની સાથે સંપર્કમાં છીએ. તમામ જિલ્લાના અધિકારીઓ ટેલીકોન્ફરન્સથી પોતાના વિસ્તારના અધિકારીઓના સંપર્કમાં રહે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવા અને પુર જેવી સમસ્યા સર્જાઈ શકે છે.