ઇસ્લામાબાદ,
કંગાળ પાકિસ્તાન બે ટંકના ભોજન માટે મોહતાજ થઇ ગયું છે.આર્થિક તબાહીથી પાકિસ્તાનમાં ભુખ અને ગરીબી તાંડવ જોવા મળી રહી છે.આ વચ્ચે પાકિસ્તાન માટે એક વધુ ખરાબ સમાચાર આવી રહ્યાં છે ત્યારબાદ વર્તમાન સ્થિતિથી બહારલ આવવું પાકિસ્તાન માટે ખુબ મુશ્કેલ બની જશે.આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઇએમએફ)એ પાકિસ્તાન અનેક મોટી શરતો વધુ લગાવી શકાવી શકે છે.તેનાથી પાકિસ્તાનની સ્થિતિ વધુ ખરાબ થઇ શકે છે.
પાકિસ્તાનની ઘટતી વિદેશી મુદ્રા ભંડાર,રાષ્ટ્રવ્યાપી વિજળી કાપ,સરકાર દ્વારા સંચાલિત ખાદ્ય વિતરણ કેન્દ્રો પર નાસભાગ અને દોડધામે તેના રૂપિયો સૌથી નીચે ઉતરી આવ્યો છે.પાકિસ્તાની રૂપિયામાં એક વર્ષની અંદર આવેલ ભારે ધટાડાએ તેને એવી સ્થિતિમાં પહોંચી દીધો છે જયાંથી તેના માટે આંતરરાષ્ટ્રીય દેવુ ચુકવવું ખુબ મુશ્કેલ થઇ ગયું છે.ગત એક વર્ષો દરમિયાન પાકિસ્તાની રૂપિયામાં લગભગ ૫૦ ટકાનો ભારે ઘટાડો જોવા મળી ગયો છે. આજે એક અમેરિકી ડોલરની કીમત ૨૬૦ પાકિસ્તાની રૂપિયા સુધી પહોંચી ગયો છે.હવે પાકિસ્તાન આઇએમએફથી લોન લેવા માટે નવેસરથી વાર્તા શરૂ કરી શકે છે પરંતુ તેના માટે તેને નવી શરતોનો સામનો કરવો પડી શકે છે આવામાં તેને લોન પાછી આપવામાં ખુબ મુશ્કેલી થઇ શકે છે.
હવે પાકિસ્તાનની સ્થિતિ એ થઇ ગઇ છે જે મોટા રાજનીતિક સંકટને જન્મ આપી શકે છે.ભારત માટે જોખમ ફકત ક્ષેત્રમાં વધતા ચરમપંથની સાથે પાકિસ્તાનમાં અસ્થિરતા જ થશે નહીં પરંતુ અપ્રત્યાશિત કાર્યવાહી પણ થશે તેમાં બહારી દુશ્મન પર યાન કેન્દ્રીત કરી ઘરેલુ જનતાનું ધ્યાન હટાવવાના પ્રયાસોમાં સામેલ થઇ શકે છે પાકિસ્તાનમાં ભારતના પૂર્વ દુત રહેલ ટીસીએ રાધવન અનુસાર આઇએમએઉ દ્વારા નાણાં જારી કરવા માટે જે શરતોને લાગુ કરવાની સંભાવના છે તે નિશ્ર્ચિત રીતે અલ્ધપાલિક મુશ્કેલીઓનું એક મોટુ કારણ બની શકે છે. પાકિસ્તાને સાત બિલિયન ડોલરના આઇએમએફ બેલ આઉટ (સ્વતંત્રતા બાદથી ૨૩માં) પેકેજના વિતરણને ગત નવેમ્બરમાં રોકી દેવામાં આવ્યા હતાં કારણ કે આઇએમએફે માન્યુ હતું કે પાકિસ્તાને અર્થવ્યવસ્થાને યોગ્ય આકાર આપવા માટે રાજકોષીય અને આર્થિક સુધારાની દિશામાં યોગ્ય પગલા ઉઠાવ્યા નથી.