આઈસીએમઆરએ કહૃાું કે, દેશમાં કોરોના વાયરસના ફરીથી સંક્રમણના ૩ નવા કેસ સામે આવ્યા છે. તેમાંથી બે કેસ મુંબઈમાં અને એક કેસ અમદાવાદમાંથી સામે આવ્યો છે. આઈસીએમઆરના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે કહૃાું કે, ફરીથી સંક્રમિત થવાની સમયસીમા ૧૦૦ દિવસ નક્કી કરવામાં આવી છે. અનેક રિસર્ચ બાદૃ એ સામે આવ્યું છે કે, એક વખત સંક્રમિત થનાર વ્યક્તિના શરીરમાં સામાન્ય રીતે ચાર મહિના સુધી એન્ટીબોડી હાજર રહે છે.
ભાર્ગવે કહૃાું કે, ફરીથી સંક્રમણ એક સમસ્યા છે. જે પહેલવીર હોંગકોંગમાં સામે આવ્યો હતો. તેઓએ કહૃાું કે, વર્લડ હેલ્થ ઓર્ગેનાઈઝશન તરફથી અમને ડેટા મળ્યોછે. જેમાં દૃુનિયાભરમાં ફરીથી સંક્રમણના બે ડઝન મામલાઓનો ઉલ્લેખ છે. ફરીથી સંક્રમિત થનાર વ્યક્તિ સાથે ટેલિફોન પર વાત કરીને અમુક ડેટા એકત્ર કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. ભાર્ગવે કહૃાું કે, “હું”એ પણ જણાવ્યું નથી કે કોઈ વ્યક્તિ ૯૦ દિવસ, ૧૦૦ દિવસ કે ૧૧૦ દિવસ બાદ ફરીથી સંક્રમિત થઈ શકે છે. પણ હવે સરકારે તેની સમયસીમા ૧૦૦ દિવસ નક્કી કરી દૃીધા છે. તેના પ્રમાણે ૧૦૦ દિવસ સુધી ફરીથી સંક્રમિત થવાનો ખતરો છે.
દેશમાં રોજના સામે આવનાર નવા મામલાઓમાં મોટો ઘટાડો થઈ રહૃાો છે અને સાજા થનાર દર્દીઓની સંખ્યા વધી રહી છે. છેલ્લા ૧૦ દિવસોથી પ્રતિ દિૃવસ મૃત્યુ પામેલ વ્યક્તિની સંખ્યા પણ હજારથી ઓછી બની રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે છેલ્લા પાંચ અઠવાડિયાથી પ્રતિ દિવસના સરેરાશ નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહૃાો છે. સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં સરેરાશ દૈનિક કેસોની સંખ્યા ૯૨,૮૩૦ હતી જે ઓક્ટોબરના બીજા અઠવાડિયામાં ઘટીને ૭૦,૧૧૪ પર આવી ગઈ છે. દેશભરમાં કોરોનાની સ્થિતિ સુધરી રહી છે. કેરળ, કર્ણાટક અને બંગાળમાં હાલત ઠીક નજર આવી રહૃાા નથી. કેરળમાં ફરીથી દેશભરમાં સૌથી વધારે નવા કેસો સામે આવી રહૃાા છે. કેરળમાં ૮૭૬૪, કર્ણાટકમાં ૮૧૯૧ અને બંગાળમાં ૩૬૩૧ નવા કેસો સામે આવ્યા છે. કેરળ અને બંગાળમાં સંક્રમિતોની સંખ્યા ૩ લાખને પાર કરી ગઈ છે, જ્યારે કર્ણાટકમાં તેની સંખ્યા ૭.૨૬ લાખ છે.