જેસાવાડામાં નવા બની રહેલા પાણીના ટાંકા ઉપર રહેલ વોચમેનની બંદુક, કારતુસ અને મોબાઈલની ચોરી જતાં ફરિયાદ

દાહોદ,

જેસાવાડામાં નવા બની રહેલા પાણીના ટાંકા ઉપર વોચમેન તરીકે ફરજ બજાવતાં વોચમેન રાતે પોતાના ખાટલા પર નાંખેલ પથારી નીચે સંતાડીને મૂકેલ લાયસન્સવાળી બારબોરની બંદુક, તથા કાર્ટીસ તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 22,450ની મત્તા રાત્રીના સમયે ચોર ચોરીને લઈ ગયા હતા.

પ્રાપ્ત વિગત અનુસાર વિજાગઢ કોટ ફળિયામાં રહેતા 48 વર્ષીય ભીખાભાઈ વાલાભાઈ સોલંકી તથા અન્ય એક જણા જેસાવાડામાં નવા બની રહેલા પાણીના ટાંકા ઉપર વોચમેન તરીકે ફરજ બજાવતા હોઈ તે બંને રાતના સમયે નવા બની રહેલા પાણીના ટાંકા પાસે ખાટલો ઢાળી ખાટલા પર પથારી નાંખી પથારીની નીચે તેની રૂા.15000ની કિંમતની લાયસન્સ વાળી 12 બોરની ડબલ બેરીંગની બંદુક તથા રૂપિયા 450ની કિંમતના જીવતા કારતુસ નંગ-9 તથા રૂપિયા 7000ની કિંમતનો વીવો કંપનીનો મોબાઈલ ફોન સંતાડીને મૂકી બંને જણા રાતે મીઠી નીંદર માણી રહ્યા હતા તે વખતે રાતે આવેલ તસ્કરોએ પથારી નીચે સંતાડીને મૂકેલ લાયસન્સવાળી ડબલ બોરની બંદુક, તથા નવ જેટલા જીવતા કારતુસ તેમજ વીવો કંપનીનો મોબાઈલ મળી રૂા.22,450 ની મત્તા ચોરીને લઈ ગયા હતા.

આ સંબંધે વીજાગઢ ગામના કોટ ફળિયામાં રહેતા ભીખાભાઈ વાલાભાઈ સોલંકીએ નોંધાવેલ ફરિયાદને આધારે જેસાવાડા પોલિસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.