સુરત,
સુરતની બે યુવતી પર દુષ્કર્મ કેસમાં આસારામને ગાંધીનગર સેશન્સ કોર્ટે દોષી જાહેર કર્યો છે. આસારામ સહિત અન્ય ૭ આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસમાં કેટલાક આરોપીઓની સુરતની આવવાની રાહ જોવાઈ રહી હતી. આથી ચુકાદો આવવામાં થોડો વિલંબ થયો હતો. સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો સુરતની બે યુવતીઓ પર વર્ષ ૨૦૦૧માં થયેલા દુષ્કર્મ બાદ વર્ષ ૨૦૧૩માં આસારામ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ સમગ્ર દુષ્કર્મ કાંડમાં ૬ ઓક્ટોબર ૨૦૧૩ના રોજ આસારામ સહિત અને ૭ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
છેલ્લા ૯ વર્ષથી ચાલતા આ દુષ્કર્મ કેસમાં ગાંધીનગર સેશન્સ કોર્ટે તેમનો ચુકાદો આપતા આસારામને દોષી જાહેર કર્યા છે. આ ગુનામાં આસારામને શું સજા થશે તે અંગે વકીલોની દલીલો બાદ આવતીકાલે સજા જાહેર કરવામાં આવી શકે છે.આસારામના વકીલના જણાવ્યા મુજબ ચુકાદો હાથમાં આવ્ચા બાદ તેમની હાઈકોર્ટમાં જવાની તૈયારી છે. આ સમગ્ર કેસમાં ૬૮ સાક્ષીઓને તપાસ્યા બાદ ચુકાદો જાહેર કરવામાં આવ્યા છે. આસારામ સિવાય તમામ આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.
શું હતો ઘટનાક્રમ ?
- ૨૦૧૩માં સુરતની ૨ યુવતીઓએ આસારામ પર લગાવ્યો દુષ્કર્મનો આરોપ.
- જોધપુર કેસની ઘટના બાદ પીડિતાએ હિંમત બતાવી નોંધાવ્યો કેસ.
- પીડિતાએ આસારામ તેમજ નારાયણ સાઇ સામે લગાવ્યા હતા આક્ષેપ.
- દુષ્કર્મની ઘટના અમદાવાદમાં ઘટી હતી, જ્યારે ફરિયાદ સુરતમાં નોંધાઇ.
- આસારામ, તેની પુત્રી, પત્ની અને સેવિકાઓને પણ આરોપી તરીકે દર્શાવાયા.
- કેસની સુનાવણી દરમિયાન આસારામને વીડિયો કોન્ફરન્સથી કોર્ટમાં રજુ કરાયો.
- શરૂઆતનાં સમયમાં કલેક્ટર ઓફિસમાં આસારામની પ્રથમ જુબાની લેવાઈ.
- રિમાન્ડ માટે આસારામને જોધપુરથી ટ્રાન્સફર વોરંન્ટનાં આધારે ગુજરાત લવાયો.
- પોલીસે આસારામને રિમાન્ડ પર લઈ પુછપરછ કરી..
- ૨૦૧૪માં આસારામ પર દુષ્કર્મ કેસમાં ચાર્જશિટ દાખલ કરાઈ.
- ૨૦૧૬માં આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જફ્રેમ રજુ કરાઈ.
- ૫૫ ફરિયાદીના અને ૧૩ બચાવપક્ષના મળી કુલ ૬૮ સાક્ષીઓને તપાસ્યા.
- સમગ્ર કેસની ટ્રાયલ પૂર્ણ થતા કેસનો આવશે ચુકાદો.
પીડિતાએ આક્ષેપ કર્યો હતો કે ૧૯૯૬થી બંને બહેનો અને તેમનો પરિવાર આસારામ આશ્રમ સાથે જોડાયેલા હતા,૧૯૯૬ થી ૨૦૦૧ સુધી તેમને ચુરણહોલમાં રાખવામાં આવ્યા હતા, ઘટના બાદ પરિવાર અને પીડિતાને ખુબ જ ડરાવીને રાખવામાં આવતી હતી, આસારામ પીડિતાને ભસ્મ કરી નાખવાની આપતો હતો ધમકી,શાંતિવાટિકામાં જ આસારામ દુ્ષ્કર્મ આચરવાનું જઘન્ય કૃત્ય આચરતો, દેખાવડી યુવતીઓને આસારામ સાધિકાઓ મારફતે બોલાવતો,આસારામ દુષ્કર્મ કેસના સાક્ષી અખિલ ગુપ્તાની હત્યા કરાવી હતી, અખિલ ગુપ્તા આસારામ આશ્રમનાં શાંતિવાટિકામાં રસોઇયો હતો આસારામ દુષ્કર્મ કેસના મહત્વના ૩ સાક્ષીઓની થઈ હતી હત્યા.