ફિલ્મી ઢબે કરાઈ હતી ઝાલોદ નગર પાલિકાના કાઉન્સીલર હિરેનભાઈ પટેલની હત્યા : અકસ્માર્તમાં ખપાવવાનો કરાયો હતો પ્રયાસ

તારીખ ૨૭મી સપ્ટેમ્બરના રોજ દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં રહેતા અને ઝાલોદ નગર પાલિકાના કાઉન્સીલર હિરેનભાઈ પટેલના શંકાસ્પદ માર્ગ અકસ્માતના મોતના બનાવ બાદ રાજકીય આલમ સહિત દાહોદ જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી. આ બનાવમાં મર્ડર થયું હોવાના ખુલાસાઓ સાથે જ દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ મર્ડરના ગુન્હામાં સંડોવાયેલ મધ્યપ્રદેશના બે, ઝાલોદનો એક અને ગોધરાનો એક ઈસમ મળી કુલ જણાને પોલીસે દબોચી લઈ પુછપરછનો ધમધમાટ આરંભ કરતાં રાજકીય અથવા તો અંગત અદાવતે સોપારી લઈ હિરેન પટેલને મોતને ઘાટ ઉતાર્યાનું સામે આવતા દાહોદ જિલ્લાવાસીઓ સહિત રાજકીય આલમમાં સ્તબ્ધતા સહિત ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ મર્ડર કરવા ઝાલોદના અજય હિંમત કલાલે ૨૦૦૨ના ગોધરા કાંડનો આરોપી ઈરફાન સીરાજ પાડાને રૂા.૪ લાખ આપી સોપારી આપી હતી અને આ ઈરફાને મધ્યપ્રદેશના બે ઈસમોની મદદ લઈ આ મર્ડરને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. દાહોદ જિલ્લા પોલીસે ચારેય આરોપી પાસેથી બે ફોર વ્હીલર ગાડી તેમજ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. જ્યારે અકસ્માત સર્જનાર બોલેરો પીકઅપ ડાલા ગાડીની તપાસમાં પોલીસ જાેતરાયેલ છે. ઝાલોદ નગરના નગરજનો દ્વારા આ માર્ગ અકસ્માત નહીં પરંતુ પુર્વ આયોજીત કાવતરૂ રચી હિરેન પટેલને  રાજકીય અને અંગત અદાવતે મોતને ઘાટ ઉતાર્યા આક્ષેપો સાથે પોલીસમાં જાહેરાત આપી હતી.

પરંતુ પરિવારજનો તેમજ ગ્રામજનો દ્વારા આ માર્ગ અકસ્માત નહીં પરંતુ મર્ડર હોવાની બુમો ઉઠતા અને “જસ્ટીસ ફોર હિરેન પટેલ નામે એક કેમ્પેઈન” શરૂ કરતાં મામલાની ગંભીરતા પોલીસે લીધી હતી.આ સમગ્ર મામલો ઉચ્ચસ્તરીય તપાસ માંગી લેતા ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી બનાવથી છેલ્લા કેટલાક દિવસોથી નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા, પંચમહાલ,ગોધરા રેન્જ  તથા પોલીસ અધિક્ષક હિતેષ જાેયસર, ઝાલોદ નગરમાં જ્યાં હિરેન પટેલનો માર્ગ અકસ્માત સર્જાયો હતો ત્યા વીસીટ કરી હતી અને સાચું કારણે બહાર લાવવા તેમજ સઘળા પુરવા એકત્રીત કરવા દાહોદ એ.એસ.પી.સૈફાલી બરવાલ,ડી.વાય.એસ.પી. બી.વી.જાધવ, એલ.સી.બી.પોલીસ, સાઈબર ક્રાઈમ પોલીસ, એસ.ઓ.જી.પોલીસ વિગેરે ટીમોની અલગ અલગ રચના કરી હતી. ઝાલોદ નગરના દરેક જગ્યાના સીસીટીવી કેમેરાના ફુટેજાેના માધ્યમથી સતત કાર્યરત  કરી મોનીટરીંગ દરમ્યાન ઝાલોદ, દાહોદ રોડ ઉપર બનાવ સ્થળ નજીક આવેલ પેટ્રોલ પમ્પ ઉપરના સીસીટીવી ફુટેજની ઝીણવટ ભરી તપાસ તેમજ અભ્યાસ કરતાં જાેવા મળેલ કે,  બનાવ પહેલા એક સફેદ કલરની બોલેરો જીપ ગાડીની હીલચાલ શંકાસ્પદ જણાઈ હતી અને સીસીટીવી ફુટેજમાં ત્રણ વખત અવર જવર થયાની હાજરી પ્રસ્થાપીત થઈ હતી. બીજા સીસીટીવી ફુટેજને ચેક કરતાં મૃતક હિરેન પટેલ મોર્નીંગ વોકમાં ચાલતા જતા જણાઈ આવ્યા હતા અને તેઓની પાછળ ૫૦ મીટર દુર એક ઈસમ પણ ચાલતો મોર્ન્િંાગ વોકમાં જણાઈ આવ્યો હતો જે ઈસમને શોધી કાઢી તેની પુછપરછ કરતાં મૃતક હિરેનભાઈને સફેદ કલરની બોલેરો પીકઅપ ડાલા ગાડીએ ટક્કર મારી નાસી ગયો હોવાનું જણાવ્યું હતુ. આ બાદ પોલીસે આ વિસ્તારના રૂટ તરફના સીસીટીવી કેમેરાનની તપાસ કરી પોલીસે જુદી જુદી ટીમો બનાવી મધ્યપ્રદેશ, રાજસ્થાનના વિગેરે શહેરમાં અકસ્માતમાં ઉપયોગ થયેલ શંકાસ્પદ વાહનો તેમજ ઈસમોની તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનામાં મે.ડી.જી.પી.સા.ગુજરાજ રાજ્ય, ગાંધીગનર દ્વારા અંગત રસ લઈ સતત સુચના અને માર્ગદર્શન પુરૂ પાડતા આ ગંભીર ગુનાને સોધી કાઢવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટમોને પણ દાહોદ પોલીસ સાથે મદદમાં મોકલી આપી હતી. આ તમામ ટીમો દ્વારા શંકાસ્પદ સફેદ કલરની બોલેરો ગાડીની તેમજ મહિન્દ્રા પીઅકપ ડાલા ગાડીની માહિતી મેળવવા દાહોદ લીમડી વરોડ ટોલટેક્ષ ઉપર બનાવના દિવસે તપાસ કરતાં શંકાસ્પદ બોલેરો ગાડી દાહોદ તરફ પસાર થઈ હતી અને ટોલટેક્ષ ઉપરથી સીસીટીવી ફુટેજાેમાં જણાઈ આવ્યું હતુ. સ્ઁ.૦૯ ઝ્રદ્ભ.૪૯૮૧ નો પ્રસ્થાપિત થયેલ આ શંકાસ્પદ બોલેરો ગાડી ના માલીક સુધી પહોચવા તાત્કાલીક એલ.સી.બી.,પેરોલ ફર્લોની ટીમોએ મધ્યપ્રદેશ ઉજ્જૈન જીલ્લાના મહેદપુર ગામે થી વાહન માલીકને શોધી કાઢેલ જેઓની પૂછપરછમા પોતાની બોલેરો ગાડી બનાવના દિવસ પહેલા અમદાવાદ ખાતે દવાખાનાની વર્ધીમા ડ્રાઇવર મહોમદસમીર મહોમદસહેજાદ મુજાવર રહે.મહેદપુર કેસરપુર (એમ.પી.)નાઓ લઇ ગયેલ તેવી હકિકત જણાવતા ડ્રાઇવરને ઝડપી પાડી તેની પુછપરછમા સમગ્ર બનાવનો પર્દાફાશ થયેલ અને એલ.સી.બી.ની ટીમો ધ્વારા એમ.પી.ખાતેથી આ બનાવમા અંજામ આપનાર આરોપીઓને વાહનો સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. આ અકસ્માત મોતની તપાસમા આરોપીઓએ કાવતરૂ રચી સોપારી લઇ મૃતક હિરેનભાઇ પટેલને બોલેરો પીકઅપ ગાડીથી ટક્કર મારી મોત નિપજાવી મર્ડર કરેલાનું જાહેર થતાં આ બાબતે નાયબ પોલીસ અધિક્ષકઝાલોદ વિભાગ ઝાલોદ નાઓએ સરકાર તરફે આરોપીઓ વિરૂધ્ધ ઝાલોદ પો.સ્ટે. ઇ.પી.કો કલમ.૩૦૨,૧૨૦બી મુજબ ગુનો રજીસ્ટર  કરાવેલ છે

પકડાયેલ આરોપીઓના નામોઃ- 

  • મહોમદસમીર મહોમદસહેજાદ મુજાવર રહે.મહેદપુર કેસરપુર (એમ.પી.)
  • સજ્જનસીંગ ઉર્ફે કરણ વિક્રમસિંહ ચૌહાણ રહે. શેખાખેડી તા.મહેદપુર (એમ.પી.)
  • ઇરફાનભાઇ સીરાજભાઇ પાડા રહે.ગોધરા
  • અજય હિંમત કલાલ રહે.ઝાલોદકબજે કરેલ

મુદૃામાલઃ- ગુનામા રેકી કરવામા ઉપયોગમા લીધેલ વાહનો (૧) બોલેરો ગાડી નં.-  એમ.પી.૦૯ સી.કે. ૪૯૮૧ (૨) ફોર્ડ ફીગો ગાડી નં-જી.જે. ૦૬ એફ.કે. ૪૫૬૮ ,(૩)  મોબાઇલ ફોનો

નંગ-૬ કબુલાત કરેલ ગુનોઃ- 

આ ગુનાનો મખ્ય સુત્રધાર ઇરફાન સીરાજ પાડા રહે.ગોધરાનાઓએ મૃતક હિરેન પટેલ નાઓનું મર્ડર કરવા માટે અજય હિંમત કલાલ રહે.ઝાલોદ  પાસેથી સોપારી લીધેલ  અને ઇરફાન પાડાએ તેના એમ.પી.,ઉજજૈન જીલ્લાના મહેદપુર ગામના સાગરીતોનો સંપર્ક કરી કાવતરૂ રચી તેઓને  રૂ.૪ લાખ આપવાના નક્કી કરી બનાવના દિવસે વહેલી સવારના એમ.પી. ખાતેથી આવી મૃતક ના ઘરની તેમજ મોર્નીંગ વૅાક ઉપર નિકળતા રોડની બોલેરો ગાડીમા બેસી રેકી કરાવી મૃતકના ફોટાને મોબાઇલમા બતાવી ઓળખ કરાવેલી અને આ ગુનામા બોલેરો ગાડીથી સતત રોડ ઉપર મૃતકની વોચ ગોઠવેલ અને હિરેનભાઇ પટેલ રોડ ઉપર મોનિંગ વૅાકમા નિકળેલ દરમ્યાન ઇરફાન પાડાએ તેઓને દૂરથી બતાવી ઓળખ કરાવેલી ત્યારબાદ બોલેરો ગાડીની પાછળ ઉભી રાખેલ બોલેરો પીકઅપ ગાડીમા બેસી જઇ તેના સાગરીત મારફતે બોલેરો પીકઅપ ગાડીથી મૃતક શ્રીને પાછળથી ટક્કર મારી માથામા ગંભીર ઇજાઓ પહોચાડી આગળ જઇ પીકઅપ ગાડીમાંથી ઉતરી જઇ બોલેરો ગાડીમા બેસી દાહોદ જઇ તેના સાગરીતોને બોલેરો ગાડી લઇ એમ.પી.તરફ નાસી છૂટવા જણાવેલ અને પોતે દાહોદ ખાતે રેલ્વે સ્ટેશનના પાર્કીંગમા મુકી રાખેલ ફોડ ફીગો ગાડીમા  બેસી નાસી છૂટેલાનં જણાઇ આવેલ આરોપીઓનો ગુનાહીત ઇતિહાસ 

  • આ ગુનાનો મુખ્ય આરોપી કાવતરૂ રચનાર ઇરફાન સીરાજ પાડા રહે.ગોધરાનાની વિરૂધ્ધમા  કુલ-૧૭ ગુન્હાઓ નોધાયેલ છે. તેમજ  ગોધરા  રેલ્વે હત્યાકાંડ ૨૦૦૨ મા આ આરોપીને આજીવન  કેદની સજા ફટકારવામા આવેલી છે. અને છેલ્લા એક વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર છે.           
  • આરોપી સજ્જનસીંગ ઉર્ફે કરણ વિક્રમસિંહ ચૌહાણ રહે.શેખાખેડી તા.મહેદપુર (એમ.પી.) નાની વિરૂધ્ધમમા ગુજરાત અને મધ્યપ્રદેશમા ગેરકાયદેસર હથીયારના તેમજ મર્ડર તેમજ લૂંટના કુલ- ૦૫ ગુન્હાઓ નોધાયેલ છે.             આ આરોપી જેલ સમય દરમ્યાન તેની સાથેના  આરોપી ઇરફાન પાડા સાથે સંપર્કમા આવેલ અને જેલમાંથી છૂટી ગયા બાદ પણ ઇરફાન પાડા સાથે સંપર્ક મા રહી આ કાવતરૂ રચેલ   
  •   અજય હિંમત કલાલ રહે.ઝાલોદ નાનો પાસાના ગુનામા જેલમા હતો તે દરમ્યાન ઇરફાન પાડા સાથે સંપર્કમા આવેલ  અને જામીન ઉપર મુકત થયા બાદ ફોનથી સંપર્કમા રહેલ  અને દાહોદ અને ઝાલોદ ખાતે  ઇરફાન પાડા સાથે મુલાકાત કરી કાવતરૂ રચી, સોપારી આપેલ  અને તેની વિરૂધ્ધમા પ્રોહી બિશનના કુલ- ૦૫ થી વધુ  ગુન્હા નોધાયેલ છે.         

આમ,ઝાલોદ નગરપાલીકાના કાઉન્સિલર શ્રી હિરેનભાઇ કનુભાઇ પટેલ નાઓના શંકાસ્પદ અકસ્માતના મોતનો ભેદ ઉકેલી આરોપી ઇરફાન પાડા  તથા અન્ય ત્રણને ઝડપી પાડી સોપારી આપનાર આરોપી અજય કલાલને ઝડપી પાડી,મર્ડરના ગુન્હાનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલવામા દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને  સફળતા મેળલ છે.  વધુમા અજય કલાલની સાથે કોણ કોણ સંડોવાયેલ  છે તથા  તેની સાથે આ કૃત્ય કરવા કોણ સામેલ હતો તેની ધનિષ્ઠ  અને તટસ્થ તપાસ ચાલુ  છે.