મુંબઇ,
અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને શમિતા શેટ્ટીને છેતરપિંડીના કેસમાં એક તરફ રાહત મળી છે જ્યારે બીજી તરફ તેમની માતા વિરૂદ્ધ હવે કેસ જઈ શકે છે અને કાર્યવાહી પણ થઈ શકે છે.
રીપોર્ટની માનીએ તો ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેની બહેન શમિતા શેટ્ટી સામે રૂપિયા ૨૧ લાખની છેતરપિંડી કર્યાનો કેસ ચાલી રહ્યો છે. આ મામલો વર્ષ ૨૦૧૫ના જુલાઈ મહિનાનો છે. સમગ્ર કેસની વાત કરીએ તો ફરહાદ અમરા નામની ઓટોમોબાઈલ એજન્સીના માલિકે દાવો કર્યો હતો કે તેણે શિલ્પા શેટ્ટીના પિતાને મદદ કરી હતી. એટલુ જ નહીં તેમણે શિલ્પા શેટ્ટીના પિતા સુરેન્દ્ર શેટ્ટી પર આરોપ લગાવતા ત્યાં સુધી જણાવ્યું હતુ કે તેણે પોતાની બંને દીકરીઓ અને પત્ની સાથે એક કંપની શરૂ કરી હતી.
અમરા નામની ઓટોમોબાઈલ એજન્સીના માલિકેનો આક્ષેપ કરતા જણાવ્યું હતુ કે અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ તેના પિતાને આપેલી લોન પરત કરી રહી નથી. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે અંધેરી કોર્ટે આ કેસમાં શિલ્પા શેટ્ટી, શમિતા શેટ્ટી અને સુનંદા શેટ્ટીને સમન્સ જારી કર્યા હતા. જેને લઈને અભિનેત્રીએ આ સમન્સને મુંબઈ સેશન્સ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ત્યારે સેશન્સ કોર્ટે પોતાના આદેશ કરતા કહ્યું હતુ કે, શિલ્પા અને શમિતા કંપનીમાં ભાગીદાર હોવાના કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી. ત્યારે બીજી તરફ કોર્ટે એ પણ સ્વીકાર્યું કે સુરેન્દ્ર અને સુનંદા ભાગીદાર છે. તેથી આ કેસમાં આ કેસમાં શિલ્પા શેટ્ટીની માતા સુનંદા સામેની કાર્યવાહી ચાલુ રહેશે.