સુરતમાં ગેરકાયદેસર આઈફોન અને સ્માર્ટ વોચનો જથ્થો ઝડપાયો, ૨ આરોપીની ધરપકડ કરાઈ

સુરત,

ગુજરાતના સુરત શહેરમાંથી ગેરકાયેદસર મંગાવેલા આઈફોન અને સ્માર્ટ વોચનો જથ્થો ઝડપાયો હતો. જેમા સુરત ક્રાઈમ બ્રાંચને બાતમી મળતા આરોપીને ત્યાં દરોડા પાડ્યાં હતાં અને ૨૩૮ નંગ આઈફોન અને સ્માર્ટ વોચનો જથ્થો જપ્ત કર્યો હતો. સુરત ક્રાઈમ બ્રાંચે આરોપી પાસે કુલ ૯૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે જ સુરત ક્રાઈમ બ્રાંચે ફઈમ મોતીવાલા અને સઈદ પટેલની ધડપકડ કરી હતી. મળતી માહિતી અનુસાર આ બંને આરોપીઓ વિદેશથી બોક્સ વિના ખુલ્લા આઈફોન મંગાવતા હતા. અને આરોપીઓ એ આઈફોનને સુરતમાં ખાલી બોક્સમાં પેક કરી તેના ઉપર નંબરવાળા સ્ટીકર લગાવીને ગ્રાહકોને વેચતા હોવાનો સામે આવ્યું છે.

આ અગાઉ પણ સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સિટી અભિયાન શરૂ કરવામાં આવ્યુ હતું. જેમાં નશાનો કારોબાર કરતા ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી. આ દરમિયાન સુરત પોલીસ કમિશનરના ધ્યાને આવ્યુ હતુ કે શહેરના કેટલાક પાનના ગલ્લા તથા કેટલાક ટોબેકો પ્રોડક્ટના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ-સિગારેટ ભારતીય હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ અને ઈ-હુક્કાનું વેચાણ કરવામાં આવી રહ્યુ હતું. જેથી આવા રીટેઈલર તથા હોલેસેલ વેચાણ કરતા વિક્રેતા દુકાનદારોને શોધી કાઢી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

આ દરમિયાન એસઓજી પોલીસે બાતમીના આધારે ૭ જાન્યુઆરીના રોડ વેસુ વિસ્તારમાં આવેલા વિજય પાનની દુકાનમાં દરોડો પાડી તપાસ કરતા દુકાનમાંથી ૧૮ નંગ ઈ-સિગારેટ તથા નશો કરવા ઉપયોગમાં લેવાતા પેપર તથા સ્ટીક મળી આવ્યા હતા. પોલીસે દુકાનમાંથી કુલ ૧૯,૧૭૫નો મુદ્દામાલ કબજે કરી દુકાનદાર વિજયકુમાર બાબા પ્રસાદ ચોરસીયાની ધરપકડ કરી હતી. તેમજ દુકાનદારને આ જથ્થો રાંદેરમાં રહેતા તૈયબ નામના ઈસમને આપ્યો હોવાનું બહાર આવ્યુ હતુ. જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.

આ દરમિયાન એસઓજી પોલીસે માહિતીના આધારે રાંદેરના બ્રિજ પાસે આવેલ લકી પાન પાર્લરમાં રેડ કરી હતી. આ દરમિયાન તૈયબ ઈકબાલ ભાયજીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની દુકાનમાંથી પણ ૬૦,૬૦૦ રૂપિયાની ૫૯ નંગ ઈ-સિગારેટનો જથ્થો કબજે કર્યો હતો. આરોપી સામે રાંદેર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને આ મામલે પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

પોલીસે કબજે કરેલ મદ્દુામાલ-

કાંપનીના અલગ અલગ મોડેલના મોબાઇલ ફોન નાંગ-૨૩૮ કૂલ જેની કિંમત રૂ.૭૩,૫૭,૦૦૦

સ્માર્ટ વોચ કૂલ નંગ-૬૧, કૂલ કિંમત રૂ.૧૭,૮૦,૦૦૦

ચાર્જર તથા કેબલ કૂલ નંગ-૪૨૪કુલ કિંમત ૪૨,૪૦૦

લેપટોપ નંગ-૧, કિંમત રૂપિયા ૧૦,૦૦૦

લેબલ પ્રિન્ટર નંગ-૦૧ કિંમત રૂપિયા ૧૦,૦૦૦

કુલ્લે મુદ્દામાલ રૂપિયા ૯૨,૨૫,૧૦૦